________________
છે અને પોતાની મહેનત બચે છે એમ માને છે.
અવિકસિત દેશોમાં બહારનું ખાઈને માણસો માંદા પડ્યા હોય એવી ફરિયાદો વારંવાર સાંભળવા મળે છે. એકસાથે ઘણા લોકો માટે વાનગી રાંધનારાઓ પોતે સ્વચ્છ હોતા નથી. તેમનાં કપડાં સ્વચ્છ નથી હોતાં. તેમના હાથ અને નખ સ્વચ્છ હોતા નથી. તેમનું રસોડું સ્વચ્છ હોતું નથી (ક્યારેક તો રસોડા જેવું પણ કશું હોતું નથી). તેમનાં વાસણો સ્વચ્છ હોતાં નથી. તદુપરાંત કમાવાની વૃત્તિને કારણે આહારની અંદર ભેળસેળ થાય છે. સડેલાં શાકભાજી વપરાય છે. વાસી જૂની વાનગીઓ ફેંકી ન દેતાં નવી વાનગીઓ સાથે તે ભેળવાય છે. રસોઈયાની બેદરકારીને કારણે, તેવા પ્રકારના જરૂરી જ્ઞાનના અભાવને કારણે ઊઘાડાં રાખેલાં વાસણોમાં માખી, કીડી, વાંદા, જીવડાં વગેરે પડે છે. ક્યારેક તો ઢેડગરોળી પડે છે અને એને કારણે એ વાનગી ખાનાર અનેક લોકોને ઝાડા-ઊલટી થાય છે. એથી કેટલાંક મૃત્યુ પણ પામે છે. ખુલ્લામાં રખાયેલી રસોઈમાં ધૂળ કે કચરો પણ ઊડીને પડતો હોય છે. એકંદરે જાહેર લૉજ, વશી, ખાનાવળ વગેરેમાં સતત વધુ દિવસ ખાવાથી માણસ માંદો પડે છે; મરડો થાય છે; પેટ કે આંતરડાનાં દરદો થાય છે. બહારનું ખાવાથી આરોગ્ય સચવાતું નથી એવી ફરિયાદ અવિકસિત દેશોમાં એકંદરે સાચી ઠરે છે.
કેટલાક માને છે કે રાંધનાર વ્યક્તિના મનના ભાવો અશુભ હોય તો તેની અસર રસોઈ ઉપર થાય છે. રજસ્વલા સ્ત્રીઓ રસોઈ કરે તો તેની માઠી અસર પણ થાય છે. કેટલાંક મરજાદી લોકો બીજાના ઘરનું રાંધેલું ખાતા નથી. કેટલાંક પુરુષો ઘરમાં પત્ની હોવા છતાં જીવનભર સ્વયંપાકી રહ્યા હોય એવા દાખલા ભારતમાં સાંભળ્યા છે.
માણસની ખાવાની શક્તિ અને વૃત્તિ અમર્યાદ છે. માણસ રોજ રોજ વધારે ખાતો જાય તો તેની હોજરી મોટી થતી જાય છે અને તેનું પેટ ગાગર જેવું ગોળ મટોળ બનતું જાય છે. સ્વાદવૃત્તિ ઉત્તેજિત થાય એવી વાનગીઓનું વૈવિધ્ય હોય તો માણસ રોજ કરતાં વધુ ખાઈ લે છે. “શાકે સવાયું, દૂધ દોટું અને મિષ્ટાન્ન બમણું ખવાય છે એવી માન્યતા જૂના વખતમાં પ્રચલિત હતી. વળી -
‘દૂધ અને રોટલા, દહીં અને ભાત,
લાડવા અને વાલ, ખાવા મારા લાલ.” આવી લોકોક્તિઓ કઈ વાનગી સાથે કઈ વાનગી વધારે ભળે અને ભાવે તે દર્શાવે છે.
૧૦૨ - સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org