________________
(પાર્શ્વસ્થ, અવસગ્ન, કુશીલ, સંસક્ત અને યથાછંદ - આ પાંચેના અનુક્રમે બે, બે, ત્રણ, અને અનેક – એવા પેટા પ્રકાર છે. આ પાંચેયને જૈન દર્શનમાં અવંદનીય કહ્યા છે.)
પાસસ્થા (પાર્થ0) એટલે બાજુમાં રહેલા. જેઓ આત્મામાં નહિ પણ બહાર કે બાજુમાં રહે છે, જેઓ ધર્મમાં નહિ પણ ધર્મની બહાર રહે છે, જેઓ જ્ઞાન, દર્શન અને ચરિત્રરૂપી રત્નત્રયીમાં નહિ, પણ એની બહાર રહે છે તે પાસ્થ. પાર્શ્વસ્થના બે પ્રકાર છે - સર્વ પાર્શ્વસ્થ અને દેશ પાર્શ્વસ્થ.
અવસગ્ન એટલે જે સાધુઓ પોતાના આચારના પાલનમાં શિથિલ, પ્રમાદી કે અનુત્સાહી હોય છે. એમના બે પ્રકાર છે - સર્વ અવસગ્ન અને દેશ અવસગ્ન. કુશીલ એટલે ખરાબ આચરણવાળા. જેઓ જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાચારના પાલનમાં ઘણા દોષવાળા હોય છે. કેટલાક સાધુઓમાં કેટલાક સારા ગુણ હોય અને કેટલાક દોષો હોય તો તેને સંસક્ત' કહેવામાં આવે છે. યથાછંદ એટલે પોતાની મરજી મુજબ વર્તનારા, ગુરુની આજ્ઞામાં ન રહેનારા, ઉસૂત્ર પરૂપણા કરનારા, એશઆરામનું જીવન જીવવાવાળા શિથિલાચારી સાધુઓ. તેઓ અનેક પ્રકારના હોય છે.
આ પાંચ પ્રકારના સાધુઓને જૈન ધર્મમાં અવંદનીય કહ્યા છે.
સાધુઓમાં શિથિલતા આવવાના અઢાર સ્થાન દશવૈકાલિકસૂત્રમાં બતાવ્યાં છે. એમાં પાંચ મહાવ્રતનું પાલન મુખ્ય છે અને એમાં પણ કઠિન વ્રતનું પાલન કરવાને અસમર્થ બને છે ત્યારે તેમનામાં આચારની શિથિલતા અને વિવિધ પ્રકારના દોષો ઉદ્ભવવા લાગે છે. બ્રહ્મચર્ય વ્રત એટલું દુષ્કર છે કે, તેના યોગ્ય અને યથાર્થ પાલન માટે શીલની નવ વાડ બતાવવામાં આવે છે. એ વાડ સાચવવાથી વિકાર કે પતનનાં દ્વાર બંધ રહે છે. જેઓ આ વાડની બાબતમાં પ્રમાદ સેવે છે તેઓનું ક્યારે પતન થઈ જાય છે તે કહેવાતું નથી. હિંદુ, બૌદ્ધ, ઈસ્લામ કે યહૂદી વગેરે ધર્મોમાં પણ વિજાતીય સાથે દેહસંબંધ ન થયો હોય તો પણ સજાતીય સંબંધો કે સ્વયંમ્બલનાના પ્રસંગો પ્રાચીન કાળથી બનતા આવ્યા છે. અલબત્ત, આવો વર્ગ બહુ નાનો હોય છે, પણ નથી હોતો એમ નથી. વર્તમાનકાળમાં દરેક ધર્મના સાધુસાધ્વીઓને જ્યાં એકાંતમાં રહેવાની અને વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ કરવાની સગવડતા વધતી જાય છે ત્યાં શિથિલાચારનો અવકાશ વધવા લાગ્યો છે. જે ધર્મમાં સાધુ સાધ્વીજીઓને ફોટા, ટી.વી. કે ફિલ્મ જોવાનો પ્રતિબંધ હોતો નથી તેવાં સાધુ-સાધ્વીઓ એકાંતમાં અશ્લીલ દશ્યો પણ
૧૧૦ * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org