________________
લગ્નોત્સવ
લગ્ન એક ઉત્સવ છે અને ઉત્સવનો આનંદ અવશ્ય માણવો જોઈએ. પોતાના આનંદમાં બીજા ઘણા બધાને સહભાગી પણ બનાવવા જોઈએ.
ગૃહસ્થ જીવન જીવનાર વ્યક્તિ સતત નીરસ, લૂખું જીવન લાંબો સમય જીવી ન શકે; જીવવું પણ ન જોઈએ. ઉત્સવનો આનંદ જીવનમાં બળ પૂરનારું મોટું પ્રેરક, ચાલક તત્ત્વ છે.
ઉત્સવપ્રિયા: અતુ મનુષ્ય: I એમ જ કહેવાયું છે કે સાચું જ છે. સામાજિક, ધાર્મિક ઇત્યાદિ ઉત્સવો નિશ્ચિત સમયે આવે છે. લગ્નનો ઉત્સવ સ્થળ, કાળની પોતાની અનુકૂળતા અનુસાર ઊજવી શકાય છે.
હજારો વર્ષથી સમગ્ર દુનિયામાં માનવજાત લગ્નનો ઉત્સવ માણતી આવી છે. યુવક-યુવતી મહાજનની સાક્ષીએ પ્રભુતામાં પગલાં માંડે એ સમાજવ્યવસ્થા અને જીવન વ્યવસ્થાની દૃષ્ટિએ જરૂરી છે. આમ છતાં બીજી પ્રથાની જેમ લગ્નની પ્રથામાં અને એની ઉજવણીમાં સમય જતાં અતિશયતા કે વિકૃતિ આવ્યા વગર રહે નહિ. કશો ખોટો આશય ન હોય તો પણ કેટલાક રીતરિવાજ સહજ ક્રમે જૂના અને કાલગ્રસ્ત થયા વગર રહે નહિ. એટલે લગ્નના કેટલાક રિવાજોમાં ફેરફાર કરવાની આવશ્યકતાઓ હવે ઊભી થઈ છે. ચાંલ્લો, પહેરામણી, દહેજ, વાંકડો, ધર્માદાની રકમની આગ્રહપૂર્વક જાહેરાત વગેરે પ્રકારના રિવાજો જ્યારે ચાલુ થયા હશે ત્યારે તે શુભોપયોગી અને જરૂરી હશે, પરંતુ જ્યાં જ્ઞાતિનાં બંધનો હવે રહ્યાં નથી. ત્યાં આવા કેટલાક રીતરિવાજો નિરર્થક બનવા લાગ્યા છે એટલું
૧૩૦ જ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org