________________
૨૦ વારસદારો
કેટલાક સમય પહેલાં ગુજરાતમાં એક નાના ગામડામાં નેત્રયજ્ઞ પ્રસંગે જવાનું પ્રાપ્ત થયું હતું. એ ગામના એક વયોવૃદ્ધ ધનિક શેઠે પોતાની હયાતીમાં જ પોતાનાં ઘર, જમીન, મિલકત બધું ગામને સમર્પિત કરી દીધું હતું અને પોતે અકિંચન થઈને રહેતા હતા. એમના ભોજન વગેરેની જવાબદારી ગામના લોકોએ ઉપાડી લીધી હતી. પોતાની હયાતીમાં જ પોતાનું સર્વસ્વ બીજાઓને આપી દેવું એમાં કેટલી ઊંચી ત્યાગભાવના અને કેટલી દઢ શ્રદ્ધા રહેલી છે ! જે ગામમાં પોતે જન્મ્યા, મોટા થયા અને કમાયા એ ગામને એમણે પોતાની સર્વ મિલકતનું વારસદાર બનાવી દીધું હતું.
કુદરતની વ્યવસ્થામાં કેટલું બધું ઔચિત્ય રહેલું છે કે માણસ જ્યારે જીવન પૂરું કરી આ દુનિયામાંથી સદાને માટે વિદાય લે છે ત્યારે પોતાની સાથે કોઈ પણ ભૌતિક પદાર્થ લઈ જઈ શકતો નથી. અરે, પોતાનો સૌષ્ઠવયુક્ત રૂપાળો દેહ પણ લઈ જવાતો નથી. માણસ પોતાની સાથે પોતાની ઇચ્છા પ્રમાણે જો બધું લઈ જઈ શકતો હોત તો આ દુનિયાનું સ્વરૂપ ઘણું જુદું હોત. માનવ અને માનવ વચ્ચેના સંબંધોનું સ્વરૂપ ઘણું જુદું હોત. વિવિધ પ્રકારના તર્ક અને કલ્પના એ વિષયમાં ચલાવી શકાય.
જૂના વખતની એક જાણીતી દંતકથા છે. એક રાજાને પોતાના કેટલાક કિંમતી રત્નો અત્યંત પ્રિય હતાં. તે ચોવીસ કલાક પોતાની પાસે જ રાખતા
વારસદારો ૯ ૧૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org