________________
કેટલાંક માણસોને પોતાની મિલકતના વા૨સા માટે ઘણી ચિંતા રહેતી હોય છે. એક કરતાં વધારે સંતાનો હોય ત્યારે વારસાની વહેંચણી સરખી રીતે અને સમાંતર કરવાનું ઘણું અઘરું બની જાય છે. મા-બાપને પણ સંતાનોમાં કેટલાંક વધારે કે ઓછાં વહાલાં હોય છે. અગાઉથી વારસો જાહેર કરવામાં વારસદારોમાં માંહોમાંહે ઝઘડા થવાની અને કુટુંબમાં કલેશકંકાસ થવાની ઘણી શક્યતા રહે છે. કેટલાંક માતા-પિતા પોતાના વારસાની વિગતો છેવટ સુધી ગુપ્ત રાખે છે. પોતાના વસિયતનામામાં એ બધી વિગતો લખે છે.
કેટલાંક નિ:સંતાન માણસોને પણ પોતાની માલ-મિલકતના વારસા માટે ઘણી ચિંતા રહે છે. ક્યારેક અયોગ્ય ખુશામતખોરો તેમનો વારસો પડાવી જવામાં સફળ નીવડે છે. કેટલીક વખત તેમણે કરેલા વિલ પ્રમાણે બધું બનતું નથી હોતું, જેમના હાથમાં તેના મોંમાં એવી ઘટના પણ બને છે. કોર્ટના કાવાદાવામાં પડવાનું કેટલાંકને ગમતું નથી. વિલ કરનારાને તો લાગે છે કે પોતાની માલ-મિલકતના વારસાની વહેંચણી માટે બધું જ વ્યવસ્થિત વિચારીને યોગ્ય કર્યું છે. પરંતુ તેમના ગયા પછી તેનું પરિણામ કંઈક જુદું જ આવે છે.
કેટલાંક માણસો પોતાના વિલમાં કોને શું શું આપવું તેની વિગત લખી લે છે, પણ પછી પોતે એટલું બધું લાંબું જીવે છે કે વા૨સદારો વારસો મેળવતાં પહેલાં જ વિદાય લઈ લે છે ! તેઓ એવા વડીલની સેવાચાકરી કરીને પોતાની જિંદગીને નિચોવી નાખે છે. કેટલીક વ્યક્તિઓ ઘણું લાંબું જીવે છે, પરંતુ સંજોગાનુસાર વિલને સુધા૨વાની અર્થાત્ નવું વિલ બનાવવાની ફુરસદ તેમને મળતી નથી. આપણા ગઈ પેઢીના એક નિ:સંતાન ધનિક સાક્ષરે પોતાની નિષ્ઠાપૂર્વક ચાકરી કરનાર નોકરને માટે પોતાના વિલમાં રૂપિયા બારસોની રકમ લખી હતી.
દસેક વર્ષના પગાર જેટલી એ રકમ ગણાય. એ ૨કમ જ્યારે લખાઈ ત્યારે ઘણી જ મોટી હતી. નોકર પણ એ જાણીને રાજી રાજી થઈ ગયો હતો. પરંતુ લેખક ઘણું લાંબું જીવ્યા. નવું વિલ બન્યું નહિ અને અંતે અવસાન પામ્યા ત્યારે તેમની લાખોની મિલકતમાંથી એમના છેલ્લા શ્વાસ સુધી ચાકરી કરનાર નોકરને ફક્ત બારસો રૂપિયા જ મળ્યા ત્યારે શેઠે પોતાની આટલી જ કદર કરી એવો આઘાત અનુભવીને એ નોકર ખૂબ રડ્યો હતો.
કેટલાંક માણસો પ્રકૃતિએ બહુ કૃપણ હોય છે અને એથી પોતાની
વારસદારો * ૧૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org