________________
કોઈને વાંચવા માટે આપવામાં તેઓ ઘણી આનાકાની કરતા. પરંતુ તેમનું અકાળે અવસાન થતાં તેમનો પુત્ર એ બધા ગ્રંથો એક ગ્રંથાલયને ભેટ તરીકે આપી આવ્યો. પરંતુ ગ્રંથાલય પાસે એટલાં બધાં પુસ્તકો રાખવાની જોગવાઈ નહોતી એટલે ગ્રંથાલયે પોતાનાં કામનાં થોડાંક કીમતી પુસ્તકો રાખીને બાકીનાં બધાં જ પુસ્તકો વાચકોને મફત લઈ જવા માટે આપી દીધાં. એક અઠવાડિયામાં તો આખો ગ્રંથસંગ્રહ વેરવિખેર થઈ ગયો.
કેટલાક માણસો સામાજિક કાર્યકર્તા કે રાજદ્વારી નેતા તરીકે પોતાના ક્ષેત્રમાં જે સ્થાન અને સત્તા ધરાવતા હોય છે તે સ્થાન અને સત્તા પોતાના પછી પોતાનાં સંતાનને પ્રાપ્ત થાય એવી ભાવના રાખતા હોય છે. કેટલીક વાર એ ભાવનાને તેઓ સ્પષ્ટપણે વ્યક્ત કરે છે અથવા બીજા પાસે વ્યક્ત કરાવે છે, તો કેટલીક વાર પોતાની એ ભાવનાને અંતરમાં રાખે છે અને સાનુકૂળ સમય જોઈ, તક મળતાં તે વ્યક્ત કરે છે. પોતાના સંતાનની એવા સત્તાસ્થાન માટે યોગ્યતા ઓછી હોય તો પણ પિતાની નજરમાં તે આવતી નથી. અપત્ય-સ્નેહને કારણે તેમને પોતાનાં સંતાનો ખરેખર હોય તે કરતાં વધારે મોટાં અને શક્તિશાળી લાગે છે. આવી રીતે પદ અને સત્તાનો વારસો સંતાનને સોંપવાથી કેટલીક વાર સારું પરિણામ આવે છે, તો કેટલીક વાર એથી અનર્થો પણ સર્જાય છે.
૫. જવાહરલાલ નેહરુ વૃદ્ધ થયા ત્યારે “જવાહર પછી કોણ ?' એવી ઘણી ચર્ચા ચાલતી હતી. પોતાના ઉત્તરાધિકારી તરીકે કોઈકનું નામ જવાહરલાલજીએ જાહેર કરવું જોઈએ એવી માગણી કેટલાય રાજદ્વારી નેતાઓએ વારંવાર કરી હતી. પરંતુ જવાહરલાલજીએ તે અંગે કોઈ શબ્દ ઉચ્ચાર્યો નહોતો. પરંતુ એમના અંતરમાં ઇચ્છા પડેલી હતી કે પોતાની પુત્રી ઇન્દિરા પોતાના પછી ભારતના વડાપ્રધાનનું પદ મેળવે. એ દૃષ્ટિએ એમણે પોતાની હયાતીમાં જ ઇન્દિરાને કેટલાંક મોટાં અને મહત્ત્વનાં સ્થાન અપાવ્યાં હતાં અને એમને સારો અનુભવ મળે તે માટે સતત પોતાની પાસે રાખ્યાં હતાં. અલબત્ત ઇન્દિરા ગાંધીએ સત્તા મળ્યા પછી વડાપ્રધાનના પદ માટેની કાબેલિયત દાખવી હતી, પરંતુ જવાહરલાલજીના વારસાને તેમણે શોભાવ્યો હતો એમ ન કહી શકાય.
ધનસંપત્તિના વારસા ઉપરાંત પોતાનાં સંતાનો અને એમનાં સંતાનો પોતાના જેવાં જ ધાર્મિક, સદાચારી, સેવાભાવી, પ્રામાણિક થાય એવી ભાવના ઘણા રાખે છે. પરંતુ તેમાં પોતાની ઇચ્છાનુસાર જ બધું થાય છે એવું નથી. છેલ્લા કેટલાક સમયથી દુનિયાની વિભિન્ન પ્રજાઓની હેરફેર
વારસદારો ૯ ૧૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org