________________
૨૧
પુત્રીતિ
હમણાં હમણાં પાશ્ચાત્ય દેશોમાં, વિશેષત: અમેરિકામાં કિશોર વયના દીકરાએ માતાપિતાની કે બેમાંથી કોઈ એકની હત્યા કરી હોય એવા કિસ્સાઓનું પ્રમાણ વધતું જાય છે. અજ્ઞાન, ઉશ્કેરાટ, શાળા-કોલેજમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે વેર, માદક દ્રવ્યોનું વ્યસન, જુગાર, નાણાંની જરૂ૨, ઇચ્છા ન સંતોષાવી, ખોટી ચડવણી કરનાર મિત્રોની સોબત અથવા એકલવાયાપણું વગેરે કારણો ઉપરાંત ગનરિવોલ્વરની સુલભતા એ પણ એક મહત્ત્વનું કારણ આવા કિસ્સામાં કાર્ય કરી જાય છે. કિશોરો ઉપરાંત યુવાન કે તેથી મોટી વયના પુત્રે પિતાનું ખૂન કર્યું હોય એવા બનાવો ત્યાં તથા અન્ય દેશોમાં પણ બનતા રહે છે. પુત્રે પોતાનાં માતા કે પિતાનો વધ કર્યો હોય એવા બનાવો ઇતિહાસમાં પણ જોવા મળે છે. નાનાંમોટાં રાજકુટુંબોમાં ગાદી માટે અથળા ગરાસ માટે આવી કેટલીયે ઘટનાઓ બની હશે જેની નોંધ ઇતિહાસના પાને લેવાઈ હોય એ સ્વાભાવિક છે.
દીકરા તરફથી પોતાની હત્યા થવાનો ડર બિલકુલ ન હોય, પણ એ સામે બોલશે, અપમાન કરશે, ધમકી આપશે, વઢ વઢ કરશે, સગાં સંબંધીઓમાં વગોવણી કરશે, પોતાની સંપત્તિ પચાવી પાડશે કે ઉડાવી દેશે, મિલકતના ભાગ માટે કોર્ટે ચડશે, માનસિક ત્રાસ આપશે, ક્યાંક જતાંઆવતાં કે દાનાદિમાં નાણાં આપતાં અટકાવશે, ભૂખે મારશે ઇત્યાદિ વિવિધ પ્રાકરની ચિંતા કેટલાંયે માતાપિતાને વૃદ્ધાવસ્થામાં રહે છે. એમાં પણ શારીરિક માંદગી કે પરાધીનતા પછી એવી ચિંતા વધી જાય છે. પુત્રની
૧૯ર જ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org