________________
વહેંચણીનો પ્રશ્ન ઊભો થાય છે. માતાપિતા વહાલા પુત્રના પક્ષપાતી બને છે. પુત્રવધૂઓ ઘરમાં આવતાં દીકરાઓ માતાપિતા સાથે મન મૂકીને વાત નથી કરી શકતા. બેય પક્ષ સાચવવા જતાં પુત્ર કફોડી સ્થિતિમાં મૂકાય છે. માતાપિતા અશક્ત છે, એમની માનસિક ગ્રંથિઓ અને વહેમો બંધાઈ ગયા છે. હવે તેઓ ઝાઝું જીવવાના નથી. તેઓ બોજારૂપ બને છે. પત્ની સાથે આખી જિંદગી કાઢવાની છે. આવા આવા વિચારે બે પેઢી વચ્ચેનું અંતર વધતું જાય છે, વિનય અને લજ્જા લોપાતાં જાય છે. એમાં પણ મોટો સંઘર્ષ થતાં હત્યા કે આપઘાતની ઘટનાઓ બને છે. ક્યારેક પુત્રે પિતાની કે પિતાએ પુત્રની હત્યા કરી હોય એવી ઘટનાઓ પણ બને છે. પોતાનાં કર્મનો ઉદય અને ઋણાનુબંધ અનુસાર બધું બને છે એવું સમાધાન કેટલાક કેળવે છે.
બદલાતા જમાનામાં આપણને લાગે છે કે આપણાં માતાપિતા કરતાં આપણે વધુ ડાહ્યા, સમજદાર છીએ, પરંતુ થોડાં વર્ષોમાં જ આપણાં સંતાનો પણ આપણા માટે એવા જ વિચાર કરતા થઈ જાય છે. કહ્યું છે :
We think our fathers fool so wise we grow; Our wiser sons,
no doubt will think us so. માણસને પોતાના દીકરાઓ તરફથી જેટલો ડર હોય છે તેટલો દીકરી તરફથી નથી હોતો. વસ્તુત: પોતાને દીકરીનો ડર લાગે એવા કિસ્સા જવલ્લે જ બને છે. માતા-પિતાને દીકરી માટે પ્રેમભરી લાગણી એકંદરે વધુ રહે છે અને જે સમાજમાં દીકરી માતાપિતાનું ઘર છોડી સાસરે જાય છે એ સમાજમાં દીકરીને માતાપિતા માટે ઉષ્માભરી સાચી લાગણી, ઝંખના, ઉમળકો, દરકાર વગેરે વધુ રહે છે. જમાઈના ચડાવ્યાથી કે ભાભીઓના મહેણાં-ટોણાંથી ત્રાસેલી દીકરી માતાપિતાથી વિપરીત થઈ ગઈ હોય એવી ઘટનાઓ નથી બનતી એવું નથી, પરંતુ એમાં પણ અપ્રીતિ સવિશેષ હોય છે, ડર નહિ.
પિતાએ પુત્રનો ઉછેર એટલે જૂની પેઢી અને નવી પેઢીનો ઉછેર. બંને વચ્ચે તફાવત હંમેશાં રહેવાનો. દુનિયા સતત પરિવર્તનશીલ છે. નવી પેઢીને એની જીવનશૈલી હોય છે. યુવાનો પોતાની રીતે આગળ ચાલવા ઇચ્છે છે. વૃદ્ધો હવે અશક્ત બન્યા હોય છે. તેઓ સ્થિરતા ઝંખે છે. તેમનામાંથી સાહસિકતા ચાલી જાય છે. સંતાનો જુવાન છે, તરવરાટવાળાં
૧૬૪ - સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org