________________
જે રાજા રાજ્યની સર્વોચ્ચ સત્તા ધરાવતો હોય અને રાજ્યની અઢળક સમૃદ્ધિ ભોગવતો હોય, સુખચેનમાં જીવન પસાર કરતો હોય એ જ વ્યક્તિનાં સંતાનો અને સગાંસંબંધીઓ માટે રાજ્યનો પરાજ્ય થથાં ભીખ માગવાનો વખત આવે એમાં કશું આશ્ચર્ય નથી. રાજ્યસત્તાના ક્ષેત્રે પણ ચડતી-પડતીનો ક્રમ ચાલ્યા જ કરે છે. વળી રાજા એક હોય પણ એના કુંવરો ત્રણચાર કે વધુ હોય તો તે દરેકને સરખી રાજસત્તા કે મિલકત મળતી નથી. એવા સત્તાવિહીન રાજકુંવરોના ઉત્તરોત્તર વધતા જતા વંશજોમાં વારસામાં મળેલી સંપત્તિ વહેંચાતી વહેંચાતી ગામગરાસ સુધી આવે છે. એમ કરતાં કરતાં એક વખત એવો આવે છે કે જ્યારે મૂળ રાજવંશી કુટુંબના વારસદારોને ભીખ માંગવાનો વખત આવે છે.
પોતાનો ધાર્મિક, સાંસ્કારિક વારસો પોતાની ઘણી પેઢી સુધી ચાલ્યા કરે એવી ભાવના રાખવી તે ઉત્તમ વાત છે, પણ તેવો આગ્રહ રાખવા જતાં દુઃખી થવાનો વખત આવે એવો સંભવ રહે છે. ઝડપથી બદલાતા જતા જીવનવ્યવહારમાં વારસદારો પણ એવો ધાર્મિક કે સાંસારિક વારસો સાચવવા અંગે વિવશ બની જાય છે. વસ્તુત: મનુષ્ય પોતાના જીવનને જ ઉત્તમ રીતે કૃતાર્થ કરવા તરફ લક્ષ આપવું જોઈએ અને ભાવિ પેઢીમાંથી મમત્વભાવને પાછો ખેંચી લેવો જોઈએ.
કેટલીક ગુપ્ત વિદ્યાઓ ધરાવનાર મહાપુરુષો યોગ્ય ઉત્તરાધિકારી સિવાય બીજા કોઈને પોતાની વિદ્યા સોંપતા નથી. પોતાનાં સંતાનોમાં જો એવી પાત્રતા ન હોય તો વિદ્યાની પરંપરા ભલે વિચ્છિન્ન થઈ જાય, પરંતુ અપાત્રને વિદ્યાનો વારસો આપવામાં ઘણું જોખમ છે. એમ તેઓ સમજે છે. મંત્રવિદ્યા વગેરે કેટલીક ગૂઢ રહસ્યમય વિદ્યાઓની બાબતમાં આમ બનવું સ્વાભાવિક છે. જ્યોતિષ, આયુર્વેદ વગેરે કેટલીક વિદ્યાઓ માટે યોગ્ય ઉત્તરાધિકારી મેળવવાનું અઘરું નથી. પરંતુ બીજી બાજુ મંત્રવિદ્યા, યોગવિદ્યા, અધ્યાત્મિવિદ્યા જેવી કેટલીક ગૂઢ વિદ્યાઓ સરળથાથી બીજાને આપી શકાતી નથી.
જેમ કૌટુંબિક ધનસંપત્તિનો વારસો હોય છે તેમ પ્રજાકીય ભૌતિક અથવા સાંસ્કારિક સમૃદ્ધિનો વારસો પણ હોય છે. ભારતીય સંસ્કૃતિ દુનિયામાં પ્રાચીનતમ સંસ્કૃતિ છે. અને ભાષા, ધર્મ, તત્ત્વજ્ઞાન, વિવિધ કલાઓ, જીવનવ્યવહારની વિવિધ પ્રથાઓ ઇત્યાદિ વિષયમાં અત્યંત સમૃદ્ધ રહી છે. એના એ વૈભવશાળી વારસાએ માત્ર થોડીક વ્યક્તિઓના નહિ, સમયે સમયે અનેક લોકોનાં જીવનને ધ્યેય ઉજ્જવળ બનાવવામાં ઘણું મોટું
૧૬૦ * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org