________________
કર્યા. જીવનનું વહેણ બદલાયું. દારૂ અને માંસાહાર સહજ રીતે એના જીવનમાં વણાઈ ગયા. ધર્મમાંથી પોતાની શ્રદ્ધા ઊડી ગઈ, એટલું જ નહિ પણ પોતાને જેન તરીકે ઓળખાવતાં પણ એને શરમ લાગતી હતી. સદ્ભાગ્યે પોતાના આ પૌત્રનું ભાવિ જીવન જોવા દાદા હયાત રહ્યા ન હતા. જે તેઓ હયાત હોત તો પોતાના એ વારસદારને માટે એમને પારાવાર દુ:ખ થયું હોત.
આ તો પૌત્રની વાત થઈ. પણ ખુદ પુત્ર પણ શત્રુ જેવો નીવડે એવી ઘટનાઓ પણ બને છે. એક હિંદુ મંદિરના ટ્રસ્ટી પોતે માત્ર શાકાહારી જ નહિ, મરજાદી પણ હતા. એમનો પુત્ર જર્મનીમાં ભણીને આવ્યો અને જર્મન પત્નીને પણ લાવ્યો. એક જ બંગલામાં માતાપિતા સાથે રહેતો એ યુવાન ઘરમાં જ. મરઘી લાવીને રાંધતો. માતાપિતાની પાછલી જિંદગીને એણે ધૂળધાણી કરી નાખી અને બંગલાનો માલિક થઈને બેસી ગયો.
ગઈ પેઢીના એક કલાવિવેચક પોતાના લેખોમાં મરાઠીઓએ ગુજરાતને સાહિત્ય-સંગીત કલાના ક્ષેત્રમાં ઘણો મોટો અન્યાય ભૂતકાળમાં કર્યો છે એવો દ્વેષભર્યો આક્ષેપ વખતોવખત ઉચ્ચારતા. તેમની સાથેની અંગત વાતચીતમાં પણ એમનાં મરાઠીઓ પ્રત્યેનાં દ્વેષભર્યા કટુ વચનો સાંભળ્યાં હતાં. પરંતુ કુદરતની વિચિત્રતા કેવી કે એમનાં ત્રણ સંતાનોએ મરાઠીભાષી વ્યક્તિ સાથે પ્રેમલગ્ન કરી લીધાં. પોતાના દીકરા કે દીકરી પોતાના શત્રુના દીકરા કે દીકરી સાથે ભાગી જઈને લગ્ન કરે એવી ઘટનાઓ હેઠ પ્રાચીનકાળથી બનતી આવી છે. રોમિયો અને જુલિયેટની વાત પણ જાણીતી
પોતાની પાંચમી-છઠ્ઠી પેઢીનાં કે તે પછીનાં વારસદાર સંતાનો પોતાનાં ભાષા, ધર્મ, જીવનશૈલીને કે ભાવનાને અનુસરતાં રહેશે. એવું માનવું અવાસ્તવિક છે. કોઈક વિરલ અપવાદરૂપ કિસ્સાઓમાં એવાં “વારસદાર' સંતાન કે સંતાનો એથી અધિક સંતોષકારક હોઈ શકે, પરંતુ ઘણા કિસ્સાઓમાં તો પરિણામ વિપરીત કે અપયશ અપાવનારું પણ હોઈ શકે. એક વાવ બંધાવનારના વારસદારે તો પીવાના પાણીના પૈસા માગ્યા એટલે તો વિમલ મંત્રીએ પોતાને સંતાન ન હોય એવું વરદાન અંબામાતા પાસે માગ્યું હતું.
ત્રણ-ચાર કે આઠ-દસ પેઢીએ માણસના વારસદારો તદ્દન બેહાલ દશામાં હોય એવું પણ બને છે. કવિ મલબારીએ ગાયું છે કે, “સગાં દીઠાં મેં શાહઆલમનાં, ભીખ માગતાં શેરીએ.”
વારસદારો એક ૧૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org