________________
દીકરો આંખનો ડૉક્ટર બન્યો હોય, ઈ. એન. ટી. ડૉક્ટરનો દીકરો એ વિષયમાં પ્રસિદ્ધ ડૉક્ટર થઈ શક્યો હોય, કોઈ નામાંકિત સંગીતકારનો દીકરો સુપ્રસિદિદ્ધ સંગીતકાર બન્યો હોય એવાં ઉદાહરણ પણ જોવા મળે
છે.
પોતાનાં જ ક્ષેત્ર અને વિષયનો વારસો સંતાનને સોંપવામાં ક્યારેક વૈમનસ્ય થવાનો સંભવ પણ રહે છે. એમાં વ્યવસાયની પ્રગતિ તો ખરી, પરંતુ પિતા અને પુત્ર વચ્ચેના સ્વભાવનો કે વિચારોનો મેળ ન હોય તો સંઘર્ષ થાય છે અને એક જ વ્યવસાયમાં હોવા છતાં પિતા અને પુત્ર એકબીજાના પ્રતિસ્પર્ધી જેવા બની જાય છે.
કેટલાક વ્યવસાયો સ્વરૂપે એવા હોય છે કે પોતાનો પુત્ર પોતાના વ્યવસાયનો વારસો ન સ્વીકારે એવું પિતા ઇચ્છતા હોય છે. જે વ્યવસાયમાં બહુ કસ રહ્યો ન હોય અથવા પોતાને ઘણાં વિપરીત વ્યાવસાયિક અનુભવો થયા હોય તેવા માણસો પોતાના વ્યવસાય પોતાના સંતાનને ન સોંપતાં તેમને જુદી જ દિશામાં વાળે છે.
શિક્ષક કે અધ્યાપક કે પંડિત પોતાનાં સંતાનો શિક્ષક કે અધ્યાપક કે પંડિત બને એવું ઇચ્છે એવા કિસ્સા એકંદરે ઓછા બને છે. બૌદ્ધિક અને આર્થિક એમ બંને પ્રશનો એમાં સંકળાયેલા છે. છેલ્લા પાંચેક દાયકામાં કૉલેજોના ગુજરાતી વિષયના અધ્યાપકોમાંથી કેટલાનાં સંતાનો ગુજરાતી વિષયના અધ્યાપક થયાં ? ખાસ કોઈ નહિ. તેવી રીતે સંસ્કૃત, હિંદી, મરાઠી વગેરે ભાષામાં પણ જોવા મળશે. પત્રકારોમાંથી બહુ ઓછાનાં સંતાનો પત્રકાર બને છે. પોતાનો વ્યવસાય રસિક હોય પણ તેમાં આર્થિક બરકત ઓછી હોય તો એવા વ્યવસાયકારો પોતાનો વ્યાવસાયિક વારસો સંતાનોને આપવાની ઇચ્છા ઓછી રાખે છે. સંજોગોવશાત્ લાચારીથી તેમ કરવું પડે તે જુદી વાત છે.
અધ્યાપકોના વ્યવસાયમાં ગ્રંથોનું મૂલ્ય ઘણું મોટું હોય છે. ગ્રંથો તેમની મહત્ત્વની મૂડી બની જાય છે. કેટલાક અધ્યાપકોની આર્થિક સ્થિતિ બહુ સારી નથી હોતી, પરંતુ તેમનું ઘર ગ્રંથોથી સમૃદ્ધ હોય છે. કેટલાયે અધ્યાપકોને પોતાના અવસાન પછી પોતાના ગ્રંથો બીજા કોને આપવા તેનો વિચાર થતો રહે છે. ગ્રંથો માટેનું અધ્યાપકોનું મમત્વ ઘણું મોટું હોય તે સમજી શકાય તેવી વાત છે. પરંતુ કેટલાયે અધ્યાપકોના અવસાન પછી એમના ગ્રંથસંગ્રહ વેરવિખેર થઈ ગયાનું સાંભળ્યું છે. અમારા એક વડીલ અધ્યાપકને ગ્રંથો વસાવવાનો ઘણો મોટો શોખ હતો. પોતાનો ગ્રંથ બીજા
૧૫૬ એક સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org