________________
અને પેટીમાંથી કાઢીને જોઈજોઈને રાજી થતા. એ રત્નો તેઓ પોતાના કુંવરને પણ આપતા નહિ. રાજા વૃદ્ધ થયા અને મરણપથારીમાં પડ્યા, પણ રત્નો છૂટતાં નહોતાં. રાજાને સમજાવવા માટે એક દિવસ દીવાને રાજાના હાથમાં એક સોય મૂકતાં કહ્યું, “મહારાજ! ગઈ કાલે સ્વપ્નમાં મને આપણા નગરનો પેલો દરજી આવ્યો. મરીને એ સ્વર્ગમાં ગયો છે. પણ ત્યાં એનું સીવવાનું કામ થતું નથી, કારણ કે એ પોતાની સોય સાથે લેવાનું ભૂલી ગયો છે. તો એ સોય આપની સાથે મોકલવા માટે એણે મને ભલામણ કરી. એથી એને ઘરે જઈને હું આ સોય લઈ આવ્યો છું. આ સોય આપ આપનાં રત્નોની સાથે સ્વર્ગમાં લેતા જજો. એ દરજી ત્યાં આપની પાસે આવીને સોય લઈ જશે.” દીવાનની વાતથી રાજાની આંખ ખૂલી ગઈ. ૨ત્નો માટેની તેમની આસક્તિ છૂટી ગઈ.
માણસ પોતાની સાથે કશું નથી લઈ જઈ શકતો, પણ પોતાનાં માલમિલકત, જર-જમીન, ઘરેણાં વગેરે પોતાની ઇચ્છા પ્રમાણે બીજાને આપી જવાનો ભાવ તે જરૂર રાખે છે. બીજી બાજુ વિદાય લેતી વ્યક્તિનો વારસો મેળવવાની ઇચ્છા ધરાવનાર લોકો પણ સર્વત્ર હોય છે. ક્યારેક તો વારસો આપનારી વ્યક્તિ જલદી વિદાય લે તો સારું એવી સ્વાર્થી વૃત્તિ ધરાવનારા માણસો પણ જોવા મળે છે. આમ, પોતાનો વારસો આપવાની અને કોઈકની પાસેથી વારસો મેળવવાની એમ ઉભય પ્રકારની વૃત્તિ માનવજાતમાં રહેલી છે. પરંતુ દરેક વખતે દરેકની ઇચ્છા સર્વથા સંપૂર્ણપણે ફળીભૂત થાય છે એવું નથી હોતું. મોટા સારા વારસાની લાલચ આપી બીજા પાસે યુક્તિપૂર્વક કામ કરાવી લેનારા લુચ્ચા અપ્રામાણિક માણસો હોય છે અને માત્ર વારસાની લાલચે વડીલની સેવા-ચાકરી કરનાર વ્યક્તિ વારસો મેળવતાં પહેલાં જ ગુજરી જવાના કિસ્સા પણ બને છે. પોતાની મિલકતના કાયદેસરના વારસદારોનાં નામ અને હિસ્સા જીવનની અંતિમ ક્ષણ સુધી ગુપ્ત રાખવાની કે બદલવાની કાનૂની છૂટ આપવામાં આવે છે. એમાં મનુષ્ય - સ્વભાવની વિચિત્રતા અને વિલક્ષણતાનું ઘેરું પ્રતિબિંબ પડેલું જોઈ શકાય છે.
જૂના વખતમાં સંયુક્ત કુટુંબની પ્રથા હતી ત્યારે અને કરવેરાના કાયદાઓ ખાસ બહુ નહોતા ત્યારે માણસ પાંચ-સાત પેઢી સુધી ચાલે એટલું ધન કમાવાની ઇચ્છા રાખતો. પરંતુ પાંચ સાત પેઢી સુધી ધન પહોંચે એવા કિસ્સાઓ તો જવલ્લે જ બનતા. સાત માળની હવેલીમાં સાતમે માળે પાંચમી પેઢીના પુત્રને સોનાના પારણામાં હિંચોળવાનું વરદાન દેવ-દેવી પાસે માગતી સ્ત્રીનું ચિત્ર એ તો નરી કવિ-કલ્પના જ છે !
૧૫૨ જ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org