________________
છે, સંયમી છે, દામ્પત્યજીવનના સુખી છે તેમને મુક્ત સાહચર્યની વાત રુચશે નહિ. કેટલાક લોકો Free sexમાં માને છે, પણ ફક્ત પોતાને માટે; પોતાની પત્ની, માતા, બહેન કે પુત્રી માટે નહિ. આવાં બેવડા ધોરણોવાળા કેટલાંક માણસો સમાજમાં જોવા મળશે. પરંતુ તેમનું કશું મૂલ્ય નથી. વેશ્યાના બજારોમાં કેવળ મુક્ત સાહચર્ય છે, પણ તેને ક્યારેય કોઈએ આદર કર્યો નથી.
જેઓ મુક્ત જીવનનો બોધ આપે છે તેઓ જાતીય જીવન પૂરતી જ કેમ વાત કરે છે? જેની સાથે જ્યારે પણ જાતીય પ્રેમ કરવાની ઇચ્છા થાય ત્યારે તેની સાથે તેમ કરવાની મનુષ્યને સ્વતંત્રતા હોવી જોઈએ એવું જો માનીએ તો પછી જેને જ્યારે ચોરી કે ખૂન કરવાની ઇચ્છા થાય ત્યારે તેને તેમ કરવાની પણ સ્વતંત્રતા હોવી જોઈએ, એમ પણ સ્વીકારવું નહિ પડે ? એ બાબતોમાં પણ એને કોઈ બંધન કેમ હોવાં જોઈએ ? પરંતુ એવી દલીલ સ્વીકારીએ તો મનુષ્ય જીવનની વ્યવસ્થા જ ટકી ન શકે. મનુષ્ય ઘર કરીને કુંટુમ્બ સાથે, સમાજની અંદર રહેવાનું પસંદ કર્યું તેનો અર્થ જ એ કે તેણે સ્વેચ્છાએ, સમજણપૂર્વક, ડહાપણપૂર્વક વ્યવસ્થાનું બંધન સ્વીકાર્યું છે. નિયમો જેમ વિકાસની આડે આવી શકે છે, તેમ નિયમો વિકાસમાં મદદરૂપ પણ થઈ શકે છે. મનુષ્યજાતિએ સ્વેચ્છાએ સ્વીકારેલું લગ્નનું, કુટુંબનું અને સમાજની વ્યવસ્થાનું બંધન એના વિકાસમાં અવશ્ય ઉપકારક નીવડ્યું છે.
લગ્નસંસ્થાનાં અનિષ્ઠો ઘણાં હશે. કેટલાંક અનિષ્ટો વિવાદાસ્પદ પણ હશે. એ બધાં અહિતકર અનિષ્ટો દૂર કરવાની બાબતમાં સંમતિ સાધી શકાય. પરંતુ લગ્નસંસ્થા એ અનિષ્ટ બંધન છે એમ વિચારીને એ સંસ્થાનો જ જો ઉચ્છેદ કરવામાં આવે તો તેથી અનેક ગણાં બીજાં અનિષ્ટો પ્રવર્તશે, મનુષ્યનાં સુખશાંતિ અને સ્વસ્થતા ચાલ્યા જશે, પુરુષોની આક્રમકતા વધશે અને સ્ત્રીઓની સલામતી જોખમાશે.
- લગ્નજીવનનું બંધન એટલું બધું કડક ન હોવું જોઈએ કે જેથી વ્યક્તિ કચડાઈ જાય અને છતાં એમાંથી બહાર ન નીકળી શકે. તો બીજી બાજુએ બંધન એટલું ઢીલું પણ ન હોવું જોઈએ કે નજીવી વાતે, જરાક પ્રયત્ન વ્યક્તિ તેમાંથી બહાર નીકળી જઈ શકે. અતિશય કડક લગ્નબંધનને કારણે ભારતમાં કે અન્યત્ર કેટલાય લોકોની, વિશેષત: સ્ત્રીઓની, જિંદગી વેડફાઈ ગઈ હોય એવું બન્યું છે. કડક લગ્નબંધનની સમસ્યાઓ પણ ઘણી છે. બીજી બાજુ શિથિલ લગ્નપ્રથા અને સરળતાથી મળતા છૂટાછેડાને કારણે
લગ્નસંસ્થાનું ભાવિ = ૧૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org