________________
ખરીદેલી વસ્તુ ટકાઉ ન નીકળે એવું પણ બને છે. લગ્ન એ બે જુદાં જુદાં કુટુંબમાં ઊછરેલી વ્યક્તિઓ વચ્ચેનું જોડાણ છે. ઉછે૨, કેળળણી, સ્વભાવ, ટેવો, વિચારો, રસના વિષયો, પોતાનાં માતા-પિતા કે ભાઈભાંડુઓ પ્રત્યે પક્ષપાત વગેરે કેટકેટલી બાબતમાં પરસ્પર ભિન્નતા હોય તો તેને ગૌણ બનાવીને પ્રસન્ન સહજીવન જીવવા જેઓ સજ્જ થાય છે તેઓનું દામ્પત્યજીવન નભે છે, જેઓ તેમ નથી કરી શકતા તેમના દામ્પત્યજીવનમાં સ્થૂલ કે સૂક્ષ્મ સંઘર્ષ ચાલુ થાય છે. કેટલાંકનાં જીવનમાં આ સંઘર્ષ લગ્નવિચ્છેદમાં પરિણમે છે.
લગ્નને એક ગંભીર બાબત તરીકે ન લેનારાં કે જોનારાં માણસોની સંખ્યા દુનિયામાં વધતી જાય છે. ‘લગ્ન એ તો બે વ્યક્તિ વચ્ચેનું પરસ્પર ફાવે ત્યાં સુધીનું સહજીવન છે. એને એથી વધુ મહત્ત્વ ન આપવું જોઈએ.’ એમ માનનારો વર્ગ વધતો જાય છે. ન ફાવતા કે ડંખતા જોડા જેટલી સહેલાઈથી બદલી શકાય છે એટલી સહેલાઈથી અન્ય પાત્ર બદલી શકાવું જોઈએ. દુઃખી લગ્નજીવનને ચલાવ્યા કરીને બેયની જિંદગી બરબાદ કરવાનો કશો અર્થ નથી - એવા એવા વિચારો વધુ પ્રચલિત થતા જાય છે. પોતાના વ્યક્તિગત ઐહિક જીવનને, બીજાનો વિચાર કર્યા વગર, સુખી કરવાની સ્વાર્થી, સંકુચિત વ્યવહારુ દૃષ્ટિ વધુ પ્રચલિત બનતી જાય છે. જ્યાં જન્મજન્માં તરની, ઋણાનુબંધની વાત નથી અને જ્યાં પોતાના વર્તમાન ભૌતિક જીવનને સુખી બનાવવા પૂરતી જ દૃષ્ટિ સીમિત છે ત્યાં આવા વિચારો વધુ પ્રસરતા જાય છે.
ફાવશે ત્યાં સુધી ઠીક છે, નહિ તો પછી છૂટાછેડા ક્યાં નથી લઈ શકાતા ? એવા વિચારે જે વ્યક્તિ લગ્ન કરે છે તે વ્યક્તિ આરંભથી જ એક જુદી ભૂમિકા ઉપર ગોઠળાઈ જાય છે અને નજીવું કારણ મળતાં જ વિચ્છેદની વૃત્તિ એના ચિત્તમાં જોર કરે છે. એમાં પણ વિદેશોમાં અત્યંત ધનાઢચ સ્ત્રી-પુરુષોને જે વકીલો ઘણી મોંઘી ફી લઈને લગ્નના કરાર કરી આપતા હોય ચે તે જ વકીલો છૂટાછેડાનાં કાગળિયાં પણ પહેલેથી તૈયાર જ રાખતા હોય છે ?
ચલચિત્રમાં ક્ષેત્રમાં કાર્ય કરતી વ્યક્તિઓ માટે જાતીય સંયમ રાખવાનું દુષ્કર ગણાય છે. જેનો દેહ તંદુરસ્ત અને સમપ્રમાણ હોય અને ચહેરો અત્યંત આકર્ષક હોય એવાં યુવાન સ્ત્રી-પુરુષોની એ ક્ષેત્રમાં અભિનય માટે પસંદગી થાય છે. આકર્ષક રૂપ ઉપરાંત, સ્પર્શની છૂટછાટ અને વખતવખત થતા પ્રણયના મુક્ત રિહર્સલને કારણે સ્ત્રી-પુરુષ પરસ્પર આકર્ષાય એ લગ્નવિચ્છેદ અને પુનર્લગ્ન * ૧૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org