________________
૧૮
લગ્નવિચ્છેદ અને પુનર્લગ્ન
કેટલાક સમય પહેલાં પશ્ચિમના દેશની એક સુવિખ્યાત અભિનેત્રીએ આઠમી વાર લગ્ન કર્યાંની ઘટનાને દુનિયાનાં કેટલાંયે સમાચારપત્રોએ બહુ ચમકાવી હતી. અભિનેત્રીનાં આઠમી વારનાં લગ્ન તે વિધિસરનાં લગ્ન હતાં. ફિલ્મની દુનિયામાં પડેલાં કેટલાંયે નરનારીઓનાં લગ્નબાહ્ય શરીરસંબંધો હોય છે તે તો જુદા.
છેલ્લા કેટલાક દાયકાઓથી લગ્નવિચ્છેદ અને પુનર્લગ્નની પ્રવૃત્તિ આખી દુનિયામાં વધતી ચાલી છે. લગ્નવિચ્છેદ હવે સરળતાથી થઈ શકે છે અને છૂટાછેડા લીધેલી મહિલા સાથે લગ્ન કરવા માટે સંમત થના૨ પુરુષપાત્રો પણ હવે જલદી સુલભ બનવા લાગ્યા છે. સામાન્ય રીતે પહેલી વારના લગ્નમાં જેને ન ફાવ્યું તે બીજા લગ્નમાં જો પોતે સુમેળ નહિ રાખે તો સ્વજનોમાં અને સમાજમાં પોતાનો જ વાંક ગણાશે એવી ભીતિથી પણ કેટલાંક સ્ત્રી-પુરુષો બીજા લગ્નને નભાવી લે છે. પરંતુ બીજા લગ્નની ઘટનાનું પ્રમાણ દુનિયામાં જેમ જેમ વધતું ચાલ્યું છે તેમ તેમ હવે ત્રીજા ચોથા લગ્નની વાતો પણ આશ્ચર્યકારક રહી નથી. પુરુષનાં ત્રીજી, ચોથી કે પાંચમી વારનાં લગ્નની વાત તો ઠેઠ પ્રાચીન સમયથી ચાલી આવી છે. પરંતુ સ્ત્રીનું ઊર્મિતંત્ર એવું છે કે એને વારંવાર લગ્ન કરવાનું ગમતું નથી.
વર કે કન્યાની પસંદગી એ કંઈ શાકભાજી ખરીદવા જેટલી સહેલી બાબત નથી. બીજી બાજુ ગમે તેટલી ખાતરી અને ચકાસણી કર્યા પછી
૧૩૮ * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org