________________
લગ્નબંધનમાંથી જગતને મુક્ત કરવાની ભાવનાના નામે કેટલાક લોકો મુક્ત પ્રેમની આવી વાતો કરે છે. પરંતુ આ મુક્ત પ્રેમનો ઉપદેશ નથી, વ્યભિચારનો કુબોધ છે.
લગ્નની પ્રથાને અર્થાતુ લગ્નસંસ્થાને નબળી પાડે એવી ઘટનાઓનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે. એને કારણે કેટલાક વિચારકોને ચિંતા થાય છે કે ભવિષ્યમાં લગ્નસંસ્થા ટકી શકશે કે કેમ ?
લગ્નસંસ્થા એ માનવજાતિએ હજારો વર્ષના અનુભવ અને પ્રયોગોને આધારે વિકસાવેલી એક પવિત્ર વ્યવસ્થા છે. કેટલાક વિચારકોને લગ્નની પ્રથા બંધનરૂપ લાગે છે. દલીલ કરતાં તેઓ કહે છે કે એથી માનવી મુક્તપણે હરીફરી શકતો નથી. પોતાની લાગણી અને ઇચ્છા અનુસાર, અન્ય વ્યક્તિ સાથે પ્રેમ કરી શકતો નથી. લાગણીઓને દબાવવાના પરિણામે એનું વ્યક્તિત્વ કચડાઈ જાય છે. એનો વિકાસ અટકી જાય છે. માનવી ગુલામ જેવો નિસ્તેજ બની જાય છે. લગ્નનું બંધન ન હોય તો માનવી મુક્ત વિહાર કરી શકે, મુક્ત સહચાર માણી શકે, યથેચ્છ પ્રેમસંબંધ બાંધી શકે. એનામાં રહેલા વ્યક્તિત્વને ઉચ્ચતમ કોટિ સુધી તે પહોંચાડી શકે. પતંગિયું કે ભમરો ઇચ્છા મુજબ જુદા જુદા ફૂલ પર બેસીને રસ માણી શકે છે. એના એ કાર્ય માટે નથી ફૂલને વાંધો હોતો કે નથી બીજાં પતંગિયાં કે ભમરાને વાંધો હોતો. જો પ્રકૃતિમાં આ પ્રમાણે સહજ સ્થિતિ હોય તો પ્રકૃતિના શિખરે બેઠેલા માનવી માટે આવી સ્થિતિ કેમ ન હોવી જોઈએ ? વસ્તુત: માનવી તો સૃષ્ટિબાગનું સર્વોત્તમ પુષ્પ છે. એટલે એને માટે તો એથી વધુ મુક્ત અને સહજ સ્થિતિ હોવી જોઈએ. બંધનરહિત મુક્ત સહચારમાં માનનારાઓની આવી દલીલો પ્રથમ દૃષ્ટિએ કેટલાકને ગમી જાય એવી હશે, પરંતુ તેમાં માનવપ્રકૃતિના અભ્યાસની ન્યૂનતા જણાયા વગર રહેશે નહિ.
પશુ-પંખીઓમાં લગ્નની પ્રથા નથી. અમુક નરપ્રાણી અમુક માદાપ્રાણી સાથે કાયમ રહેવાનું પસંદ કરે અને એ બંનેનો પોતાની જાતિનાં બીજાં કોઈ પ્રાણીઓ સાથે જાતીય સંબંધ ન હોય એવું અપવાદરૂપ ક્યાંક જોવા મળશે. પરંતુ એકંદરે તો પશુસૃષ્ટિમાં નિબંધ જાતીય જીવન છે. પોતાની ઇચ્છાનુસાર નર કે માદા જુદે જુદે વખતે જુદા જુદા પ્રાણી સાથે જાતીય જીવન માણે છે. ભાઈ-બહેન, પિતા-પુત્રી, માતા-પુત્ર જેવા જાતીય સંબંધો પણ એમાં સંભવી શકે છે. પશુસૃષ્ટિમાં મુક્ત સહચાર, મુક્ત પ્રેમ જોવા મળે છે. પરંતુ મુક્ત પ્રેમ છે માટે તે ઉત્તમ છે એવા ભ્રમમાં પડવું ન
૧૪૬ ૪ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org