________________
છે', ‘એવાં એવાં નજીવાં બાલિશ કારણોસર પણ ત્યાં તત્ક્ષણ છૂટાછેડા આપી દેવાય છે ! નજીવી બોલાચાલી થતાં ‘લે તારાં બલોયાં અને આજથી તું મારો નાથોકાકો' એવું તુચ્છકાર વચન પોતાના પતિ નાથાલાલને સંભળાવીને તરત ફારગતિ લઈ આક્રોશ દર્શાવનારી એ કહેવતવાળી કોઈક ગુજરાતણને સમદુઃખી સખીઓ રિનોમાં ઘણીબધી મળી રહે.
પશ્ચિમના દેશોમાં મા-બાપે ગોઠવેલાં લગ્ન કરતાં યુવક-યુવતીએ પરસ્પર અનુરાગ અનુભવ્યા પછી પોતાની પસંદગીથી કરેલાં સ્નેહલગ્ન સવિશેષ હોય છે. તેમ છતાં ત્યાં છૂટાછેડાનું પ્રમાણ વધુ હોય છે. એનો અર્થ એ થયો કે જેને પ્રેમ માનવામાં આવ્યો હતો તે ક્ષણિક પ્રેમહતો અથવા માત્ર યૌવનસહજ દેહાકર્ષણ હતું.
પશ્ચિમના દેશોમાં એકબીજા પ્રત્યે આકર્ષણ થવા માટે યુવક અને યુવતીની કેટલીક સ્વભાવગત અસાધારણ ખાસિયતો કારણરૂપ હોય છે, જે એકબીજાને બહુ ગમી જાય છે; પણ લગ્નજીવનનો તરવરાટ શમી જતાં યુવાનીમાં ગમી ગયેલી એકબીજાની ખાસિયતો ક્યારેક પાછળથી અસહ્ય થઈ પડે છે અને જે ખાસિયતોએ લગ્નજીવન જોડી આપ્યું એ જ ખાસિયતો છૂટાછેડાનું નિમિત્ત બને છે !
સ્ત્રી જ્યારથી કમાતી થઈ અને પોતાની કમાણી ઉપર સ્વતંત્ર રીતે પગભર રહી શકતી થઈ ત્યારથી પશ્ચિમના દેશોમાં દામ્પત્યજીવનનાં બંધનો શિથિલ થવા લાગ્યાં છે. વ્યક્તિનાં સુખ-ચેન અને વિકાસની દૃષ્ટિએ કેટલાંકને આ પરિસ્થિતિ ઇષ્ટ લાગે છે, તો બીજી બાજુ સંતાનોના વિકાસ અને પ્રેમની દૃષ્ટિએ કેટલાંકને આ પરિસ્થિતિ વિઘાતક લાગે છે.
એશિયા અને આફ્રિકા કરતાં યુરોપ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં જ્યાં ગોરી પ્રજા વસે છે ત્યાં લગ્નવિચ્છેદ અને પુનર્લગ્નનું પ્રમાણ વધુ છે. સ્ત્રી કે પુરુષ એક કરતાં વધુ લગ્ન કરે એની આપણને જેટલી નવાઈ લાગે તેટલી નવાઈ ત્યાંની પ્રજાને લાગતી નથી. અલબત્ત, છૂટાછેડા લઈ, પુનર્લગ્ન કરી વધુ સુખી થયાં હોય એવાં દંપતીઓના દાખલા પણ ત્યાં ઘણા જોવા મળે છે.
જે લોકો માત્ર ભોગોપભોગમય, ઇન્દ્રિયાર્થ જીવન જીવવા ઇચ્છતા હોય છે, જેઓ પરહિતચિંતાથી નિવૃત્ત છે અને જેઓ અહંકેન્દ્રી છે તેઓ પુનર્લગ્ન કરીને નવી તાજગી અને નવો ઉલ્લાસ અનુભવતાં હોય છે. ક્યારેક કેટલાંકને લગ્ન પણ બંધનરૂપ લાગતું હોય છે. પરિણામે પાશ્ચાત્ય દેશોમાં સ્ત્રી-પુરુષો વચ્ચે લગ્નનાં બંધન વિનાનો મુક્ત સહચાર વધતો લગ્નવિચ્છેદ અને પુનર્લગ્ન * ૧૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org