________________
આમાં કશું અનુચિત નથી એવું માનવાવાળો પણ એક વર્ગ છે. લગ્નપ્રસંગે જમણવારમાં મોટી પંચતારક હોટલોમાં કેટલાક ધનાઢ્યો વિદેશીઓ માટે માંસાહારનો કાઉન્ટર થોડે દૂર રાખે છે. આ પણ એક વિચારણીય ગંભીર બાબત છે. આવું જવલ્લે જ બને છે, પરંતુ સર્વથા નથી બન્યું કે નથી બનતું એમ નહિ કહી શકાય.
વિદેશીઓ માટે કેટલાક મર્યાદિત સંખ્યામાં શરાબની મહેફિલો પણ યોજે છે. માંસાહાર કરતાં શરાબની મહેફિલોનું પ્રમાણ ઘણું વધારે છે. વિદેશી મહેમાનો ન હોય તો પણ પોતાનાં મિત્રો અને સગાંસંબંધીઓ માટે સીમિત સ્વરૂપની શરાબની મહેફિલો કેટલાક ધનાઢ્યો લગ્નનિમિત્તે યોજે છે. (અન્ય પ્રસંગે યોજાતી મહેફિલોની વાત તો વળી જુદી જ છે.) આવી મહેફિલોમાં ઘણુ ખરું શરાબ પીનારને જ નિમંત્રણ અપાય છે. મહિલા વર્ગ પણ એમાં સામેલ હોય છે. આજકાલ શરાબ પીવો એ પહેલાં જેટલું ધૃણાસ્પદ ગણાતું નથી. શરાબ પીવાની છૂટવાળી વ્યક્તિઓની સંખ્યા સમાજમાં પણ દિવસેદિવસે વૃદ્ધિ પામતી જાય છે. આ સંજોગોમાં વ્યક્તિગત શરાબ પીવો એ એક બાબત છે અને લગ્નપ્રસંગે શરાબની મહેફિલ યોજવી તે બીજી બાબત છે. એમાં કોઈને કદાચ મોટો અનર્થ ન દેખાતો હોય તો પણ પરંપરાથી સાચવેલા સંસ્કારનું જે ઉલ્લંઘન થતું જાય છે. તે સમય જતાં અનાચાર તરફ ન દોરી જાય એ પ્રત્યે લક્ષ્ય રાખવું જરૂરી છે. માત્ર મોટાઈના, આધુનિકતાના કે પ્રગતિશીલતાના દેખાવો કરવા માટે આવી મહેફિલો યોજાતી હોય તો તેમાં બહુ ઔચિત્ય રહેલું નથી.
કેટલાક મોટા ધનપતિઓને લગ્નપ્રસંગે ગમે તેટલું ખર્ચ થાય તેનો પ્રશ્ન હોતો નથી. લાખો રૂપિયા તેમને ખર્ચી જ નાખવાના હોય છે. સમાજને પોતાની મોટાઈ બતાવી શકે એ માટે પોતાને ઘરે આવેલા લગ્નપ્રસંગે વધુમાં વધુ માણસો હાજ૨ ૨હે એ એમનો શોખનો વિષય બની જાય છે. વ્યવસાયમાં પોતાના પ્રતિસ્પર્ધીઓ કરતાં પોતાના પ્રસંગે વધુ માણસો પધાર્યા હતા એ બતાવવા માટે શક્ય તેટલી વધુ નિમંત્રણ-પત્રિકાઓ તેઓ પહોંચાડે છે. મોટાં શહેરોમાં સારો રસ્તો તો એ હોય છે કે પોતે જેટલી જેટલી સંસ્થાઓ સાથે સંકળાયેલા હોય તે બધી સંસ્થાઓના સભ્યોને સાગમટે નોતરવામાં આવે. આ કામ તો એમના કર્મચારીઓએ જ કરવાનું હોય છે. જુદી જુદી સંસ્થાઓની છાપેલી તૈયાર યાદીઓ મંગાવીને તે પ્રમાણે નિમંત્રણ-પત્રિકાઓ કર્મચારીઓ દ્વારા રવાના થાય છે, પછી એમાંની કેટલીય વ્યક્તિઓને પોતે ઓળખતા હોય કે ન ઓળખતા હોય. આવા
લગ્નોત્સવ * ૧૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org