________________
ચોકલેટનાં ભજિયાં, સંતરાની છાલની કઢી, જેવી નવી નવી વાનગીઓ શોધી કેટરર્સ ધનપતિઓને આકર્ષે તો નવાઈ નહિ !
મોટાં શહેરોમાં શ્રીમંત વર્ગ વચ્ચે મોંઘી લગ્નપત્રિકા કાઢવાની સ્પર્ધા દિવસે-દિવસે વધતી ચાલી છે. પત્રિકા બનાવવાના વ્યવસાયમાં પડેલા માણસો નવી નવી કલ્પના દોડાવીને નવા નવા પ્રકારની મોંઘીદાટ લગ્નપત્રિકાઓ તૈયાર કરીને ધનાઢયોને આકર્ષે છે. કોઈ કોઈ લગ્ન માટે તો એક એક લગ્નપત્રિકા સો-દોઢસો રૂપિયાની કિંમતની થતી હોય છે. હજારો રૂપિયાનો ધુમાડો માત્ર મોંઘી લગ્નપત્રિકા પાછળ થાય છે. લગ્ન પૂરાં થાય એટલે ઘણીખરી લગ્નપત્રિકાઓ, ભલે ગમે તેટલી મોંઘી હોય તો પણ સરવાળે કચરામાં, ગટરમાં જ જાય છે, કારણ કે તેની બીજી કોઈ ઉપયોગિતા હોતી નથી.
કેટલાક શ્રીમંત માણસ પાસે એટલી અઢળક સંપત્તિ હોય છે કે એક દિવસનો લગ્નોત્સવ એમને માટે ઓછો પડે છે. સામાજિક પ્રતિષ્ઠા પણ તેમને સતાવે છે. જૂના વખતમાં જાનને સાત દિવસ જમાડવામાં આવતી. એ ઘટતાં ઘટતાં એક દિવસ અને એક ટંક ઉપર વાત આવી ગઈ. પરંતુ એ પ્રથા હવે નવા સ્વરૂપે આવી છે. શ્રીમંત માણસો પોતાને આંગણે આવેલ લગ્નપ્રસંગને એક દિવસના નહિ પરંતુ પાંચ-છ કે તેથી વધુ દિવસના ઉત્સવ તરીકે ઊજવે છે. કેટલાક માટે આ અઠ્ઠાઈ (આઠ દિવસનો) મહોત્સવ બની જાય છે. સંગીતની, નૃત્યની, રાસ-ગરબાની, ડાયરાની શાયરીની એવી જાતજાતની મહેફિલો લગ્ન પહેલાં ગોઠવાય છે અને તેમાં ચઢતા-ઊતરતા ક્રમે ઓછી કે વધુ નિમંત્રણ-પત્રિકાઓ મોકલાય છે. ફક્ત સગાંસંબંધી સહિત મિત્રવર્તુળ, જ્ઞાતિજનો, વેપારીવર્ગ અને અપરિચિત આમવર્ગ સુધી નોંતરા પહોંચાડાય છે. કોઈકને એક, કોઈકને બે, કોઈકને ત્રણ-ચાર એમ જુદા જુદા કાર્યક્રમોના નોતરાનાં કાર્ડ મળે છે. ધાર્યા કરતાં પોતાને ઓછાં કાર્ડ મળ્યાં છે અને બીજાને વધુ કાર્યક્રમોનાં કાર્ડ મળ્યાં છે એની ખબર પડતાં તેવા લોકોનો કચવાટ લગ્ન અગાઉ જ ચાલુ થઈ જાય છે. જ્યારે એક લગ્ન નિમિત્તે જાતજાતના ઉત્સવો યોજાય છે ત્યારે તેમાં હાજરી આપનારા બધા જ દરેક વખતે ઉત્સાહપૂર્વક પહોંચી જતા હોય એવું બનતું નથી. ફરજરૂપે પરાણે હાજરી આપવી પડતી હોય એવું પણ કેટલાંકની બાબતમાં બને છે. ઘણાબધા દિવસના ઉત્સવો રાખીને કેટલાક શ્રીમંત માણસો તો પોતાના સગાંસંબંધી અને મિત્રવર્તુળ ઉપર ત્રાસ ગુજારતા હોય છે. તેમના પોતાને કાને એવી વાત આવતી નથી હોતી. મોંઢે તો માત્ર પ્રશંસા અને
લગ્નોત્સવ અંક ૧૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org