________________
જ નહિ, પણ પરસ્પર અસંતોષ, મહેણાંટોણાં, વૈમનસ્ય વગેરેનાં નિમિત્ત બની રહ્યાં છે. ક્યારેક બહુ ધામધૂમથી ઊજવાયેલા લગ્ન આવા રીતરિવાજોના સંઘર્ષમાંથી લગ્નવિચ્છેદમાં પરિણમે છે. કાલગ્રસ્ત બનેલા એવા રિવાજોને વહેલી તકે સમાજે તિલાંજલિ આપવી ઘટે. એની શરૂઆત પ્રતિષ્ઠિત વ્યક્તિઓથી થાય તો સમાજ ઉપર એનો વધુ પ્રભાવ પડે. કેટલીકવાર એક પક્ષને ફેરફાર કરવો હોય છે, પણ પક્ષની અસંમતિ થતાં લાચાર થઈ જવાય છે. વર, કન્યા, વરનાં માતા- પિતા અને કન્યાનાં માતા-પિતા એમ ચારેની સમજણપૂર્વકની સહકારભરી સંમતિ સધાય તો સુધારાનું કાર્ય સરળ થાય છે. સગાઈ પૂર્વે જ આવી કેટલીક સ્પષ્ટતા થાય તો એથી પણ વધુ સરળતા રહે છે.
મોટાં શહેરોમાં કોઈ કોઈ વખત એવું જોવા મળે છે કે લગ્નપ્રસંગે લગ્નવિધિનું કોઈ ગૌરવ સચવાતું નથી. પધારેલા મહેમાનો ટોળે મળીને વાતો કરવામાં મગ્ન હોય છે, કારણ કે દૂર દૂર રહેતા હોવાને લીધે લગ્નમંડપ એમને માટે મિલનસ્થાન બની જાય છે. લગ્નની વિધિમાં ગોર મહારાજ વધુ કે ઓછા શ્લોકો બોલીને વિધિ ઝડપથી પતાવી આપે છે. દક્ષિણા લેવાની ઉતાવળમાં તેઓ હોય છે, કારણ કે કેટલીક વાર એક દિવસમાં બીજાં કેટલાંક લગ્નો પણ એમને કરાવવાનાં, બીજી બાજું કેટલીક વાર વિધિકારને પોતાને સરસ વિધિ કરાવવી હોય છે, પરંતુ વરકન્યા કે તેમનાં માતાપિતાને તેમાં બહુ રસ હોતો નથી. બોલાતી વિધિમાં શું ચાલી રહ્યું છે તેની પણ તેમને સમજણ કે ખબર નથી હોતી. વરકન્યા વતી સપ્તપદી પણ ગોર મહારાજ જ બોલી જતા હોય છે. કોઈ કોઈ સ્થળે તો વિધિ દરમિયાન વર અને એના મિત્રો તથા કન્યા અને એની સાહેલીઓ સામેસામે એકબીજાની સાથે ટીખળકટાક્ષ વગેરે કરવામાં એટલાં બધાં મગ્ન હોય છે કે વિધિમાં શું ચાલી રહ્યું છે તેની પણ તેમને ખબર કે પરવા હોતી નથી.
આવી ગૌરવહીન પરિસ્થિતિને લીધે જ કેટલાક દૃષ્ટિસંપન્ન, સુશિક્ષિત, સંસ્કારી યુવક- યુવતીઓ હવે સજાગ બનવા લાગ્યાં છે. જૈનોમાં શાસ્ત્રીય, ગૌરવભરી જૈન લગ્નવિધિથી લગ્ન કરાવવાની ભાવના હવે વધવા લાગી છે. કેટલાક સમય પહેલાં એક કચ્છી ઉદ્યોગપતિ મિત્રે પોતાની પુત્રીનાં લગ્ન જૈન લગ્નવિધિથી કરાવ્યાં હતાં. એ મંગળમય પવિત્ર વાતાવરણમાં સૌએ એકાગ્ર ચિત્તે એ વિધિ નિહાળી હતી. બીજા એક મિત્રની પુત્રીનાં લગ્નપ્રસંગે સાદાઈ સહિત સુશોભિત અને
લગ્નોત્સવ : ૧૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org