________________
દીક્ષા લેનાર વ્યક્તિના અનિષ્ઠ આશયની ખબર ન પડવાને કારણે કે એવા બીજા કોઈક કારણે દરેકે દરેક ધર્મ અને સંપ્રદાયમાં કેટલાક ખોટા સાધુઓ તો અવશ્ય જોવા મળવાના. મફતનું ખાવા મળશે, સુખચેનમાં રહેવાનું મળશે અને માનપાન મળશે એવી લાલસાથી ખોટાં માણસો સાધુસંસ્થામાં ઘૂસી જાય છે. પ્રચલિત લોકોક્તિ કહે છે :
શિર મુંડનમેં તીન ગુણ, મિટ જાયે શિર કી ખાજ; ખાને કો લડુ મિલે,
ઓર લોક કહે મહારાજ ! સાધુઓ પ્રત્યે લોકો આદરભાવથી જુએ છે. તેમના ત્યાગ અને તપશ્ચર્યાને વખાણે છે. તેમનાં શીલ અને સંયમનો મહિમા કરે છે. તેમનામાં પૂરો વિશ્વાસ મૂકે છે. પરંતુ સાધુઓને પક્ષે સતત નિરાસક્ત, નિસ્પૃહ, નિરાડંબર, નિર્દોષ જીવન જીવવું ઘણું કઠિન છે. શરણે આવેલા ભક્તો અને ભક્તાણીઓ પડ્યો બોલ ઝીલવા તત્પર હોય ત્યારે ધન અને સ્ત્રીની લાલસા કયે વખતે જાગશે તે કહેવું સરળ નથી. કેટલીક વાર તો ખુદ સાધુ-સંન્યાસીઓને પોતાને પણ તેની ખબર હોતી નથી.
- બહુધા જનસમાજ સાધુ પાસે ધર્મતત્ત્વ પામવાના આશયથી જેટલો જાય છે તેના કરતાં પોતાની ઇચ્છાઓની પૂર્તિ અર્થે અથવા દુ:ખનિવારણ અર્થે વધુ જાય છે. તેઓનું શરણું શોધે છે. મહિલા વર્ગ સાધુ-સંન્યાસીઓથી સહેલાઈથી દોરવાઈ જાય છે. તેમના ભોળપણનો લાભ શયતાની સાધુઓ ઉઠાવે છે. સામાન્ય સ્ત્રીઓને કોઈક ને કોઈક પ્રકારનું દુ:ખ, વસવસો, અસંતોષ ઇત્યાદિ હોય છે. સંતાન ન થતાં હોય અથવા જીવતાં ન રહેતાં હોય, પોતાનો ધણી સારી રીતે ન બોલાવતો હોય અથવા બીજી સ્ત્રીના ફંદામાં ફસાયેલો હોય, સાસુ સાથે ઝઘડા ચાલતા હોય, દેરાણી-જેઠાણી કે નણંદનાં મહેણાં સાંભળવાં પડતાં હોય, ઘરમાં પૈસાની તકલીફ હોય, દીકરો સામો થઈ જતો હોય, દીકરાની વહુ કહ્યામાં રહેતી ન હોય, આડોશીપાડોશી સાથે ઝઘડા ચાલતા હોય આવાં કોઈક ને કોઈક પ્રકારનાં દુ:ખ હોય અને હૃદય ખોલીને કોઈકની આગળ વાત કરી શકાતી ન હોય ત્યારે એવા કોઈક સાધુ-સંન્યાસી પાસે જઈને તેઓ વિશ્વાસપૂર્વક હૃદય ખોલે છે. પોતાની વાત ક્યાંય જવાની નથી, પોતાને સાચું માર્ગદર્શન મળશે અને સંન્યાસી મહારાજની કૃપાથી પોતાનું દુ:ખ ટળી જશે એમ માનીને સ્ત્રીઓ એવા સાધુ-સંન્યાસીઓ તરફ ખેંચાય છે. કેટલાક સાચા સંતમહાત્માઓ
૧૨૯ ક સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org