________________
નથી. ધન, સ્ત્રી, સત્તા, કીર્તિ, ગૃહસ્થ-જીવનના ભોગોપભોગ વગેરેમાં પોતાને બિલકુલ રસ ન પડે અને પોતાનું જીવન તપ, ત્યાગ અને સંયમપૂર્વક શાંતિથી પસાર કરવાનું ગમે એવાં માણસો દુનિયાના દરેક ધર્મમાં હંમેશાં હોવાનાં અને રહેવાનાં, પછી ભલે તેઓએ સાધુનો વેશ ધારણ કર્યો હોય કે ન કર્યો હોય. વેશ સાધુતા માટે ઉપકારક છે, રક્ષક છે. વેશનો પણ મહિમા છે; પતન તરફ ઘસડાતાં વેશ અટકાવે છે. ત્યાગ-સંયમની સતત યાદ અપાવનાર એવો વેશ જરૂરી છે. એવા વેશનો ગેરલાભ ઉઠાવવો એ સ્વ પ્રત્યે, સાધુતા પ્રત્યે, સમાજ પ્રત્યે દ્રોહ છે. - સાધુઓના પતનની વાત એ આજની નથી. માનવજાતનો ઇતિહાસ જ્યારથી મળે છે ત્યારથી પ્રસાદી સાધુઓના પતનનાં ઉદાહરણો સાંપડે છે. કેટલાક સાધુ-સંન્યાસીઓ પતિત થઈ પાયમાલ થઈ ગયા હોવાના દાખલા સાંપડે છે, તો કેટલાક સાધુઓ થોડાક પતન પછી ફરી પાછા બમણા વેગથી સાધુત્વમાં ઊંચે ચડ્યાનાં ઉદાહરણો પણ સાંપડે છે. દુનિયાનો કોઈ ધર્મ એવો નથી કે જેમાં સાધુઓના પતનના દાખલા ન મળતા હોય. અહિંસા, સત્ય, અસ્તેય કે બ્રહ્મચર્ય જેવાં વ્રતો ધારણ કરનાર સાધુસંન્યાસીઓએ ખૂન કર્યા હોય, જુઠ્ઠાણાં ચલાવ્યાં હોય, ચોરી કરી કે કરાવી હોય, પરસ્ત્રી સાથે ભોગવિલાસ ભોગવ્યા હોય એવા કેટલાય દાખલાઓ વખતોવખત જોવા- સાંભળવા મળે છે. અલબત્ત, તેવા દાખલાઓની સંખ્યા અલ્પતમ હોય છે, પરંતુ તેની ચકચાર ઘણી થાય છે, કારણ કે સાધુઓનું જીવન જાહેર જીવન છે અને તેમની પાસે ઉત્કૃષ્ટ વર્તનની અપેક્ષા રખાય છે.
હિન્દુધર્મ હોય, જૈનધર્મ કે બૌદ્ધધર્મ (શ્રીલંકા અને અગ્નિ એશિયામાં) હોય, ખ્રિસ્તી ધર્મ, યહૂદી ધર્મ, પારસીધર્મ કે શીખધર્મ હોય : દરેક ધર્મના કે એના પેટાસંપ્રદાયોમાં અથવા નવા નવા નીકળતા ધાર્મિક ફાંટાઓમાં અનેક સાચા સાધુ-મહાત્માઓ જેમ જોવા મળે તેમ છે તે દરેકમાં વખતોવખત કોઈક ને કોઈક ખૂની, દંભી, ચોર, વિલાસી, લાલચુ એવા સાધુઓ પણ જોવા મળશે. સાધુ નામને પાત્ર ન હોય અને માત્ર વેશથી જ સાધુ હોય એવા અપાત્ર કે કુપાત્ર સાધુઓ તે તે દરેક ધર્મ કે સંપ્રદાયમાં રહેલા હોય છે. આ પ્રશ્ન સનાતન છે અને સનાતનકાળથી તેની મીમાંસા થતી આવી છે.
સાધુસંસ્થાને ગૌરવપૂર્ણ, મહિમાવંત રાખવાના ઘણા ઉપાયો વિચારાયા છે. અયોગ્ય વ્યક્તિને દીક્ષા ન આપવી એ એક મુખ્ય ઉપાય છે, પરંતુ શિષ્ય-સમુદાયની સ્પર્ધાના કારણે, ગુરુની વૃદ્ધાવસ્થાની એકલતાને કારણે,
વગોવાતી સાધુસંસ્થા - ૧૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org