________________
૧૬ વગોવાતી સાધુસંસ્થા
કેટલાક સમય પહેલાં બે સંન્યાસીઓની સ્ત્રીઓ સાથેના વ્યભિચારની કેટલીક ઘટનાઓએ ચકચાર જગાવી હતી. અદાલત સુધી તેવી વાત પહોંચી હતી. પ્રચારમાધ્યમોના આ જમાનામાં આવી ઘટનાઓની વાતો ફોટાઓ સહિત દેશવિદેશમાં પહોંચી જાય છે. એથી સાધુસમાજની ઘણી વગોવણી થાય છે. આ બનતી ઘટનાઓમાં માત્ર સાધુસમાજ જવાબદાર હોય છે એવું નથી, ગૃહસ્થો પણ એટલા જ જવાબદાર હોય છે. ઉભય પક્ષે વિશેષ જાગૃત થવાની જરૂર છે. ભારતીય જનજીવનમાં સાધુ-સંતમહાત્માઓ પ્રત્યે આદરની ઊંચી ભાવના રહેલી છે. ગૃહસ્થજીવનનો ત્યાગ કરી સંન્યાસ ધારણ કરવો એ ઘણી કપરી વાત છે. સંન્યાસ ધારણ કરનાર સાધુમહાત્માઓને ભારતીય સંસ્કૃતિમાં ઘણું ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. પ્રાચીન સમયમાં રાજાઓ પણ ધર્મગુરુઓ પ્રત્યે અતિશય વિનય અને આદરથી વર્તતા. રાજ્યસત્તા કરતાં પણ ધર્મસત્તાને વધુ પ્રભાવશાળી અને ચડિયાતી ગણવામાં આવી છે. સાધુ થવું અઘરું છે, પરંતુ સાચા સાધુ તરીકે જીવન જીવવું એ એથી પણ ઘણી ઘણી અઘરી વાત છે. ખાંડાની ધાર ઉપર ચાલવા બરાબરા સાધુજીવનને, સંયમવ્રતને સરખાવવામાં આવે છે.
“ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના' એ પંક્તિ પ્રમાણે હૃદયમાં જો સાચો વૈરાગ્ય ન હોય તો ત્યાગીઓનું જીવન પણ કેટલીક વાર ખાનગીમાં ભોગી જેવું કે એથી પણ વધુ ખરાબ બની જાય છે. જ્યાં હૃદયમાં સાચો વૈરાગ્ય જન્મે છે ત્યાં ત્યાગ કુદરતી રીતે આવી જાય છે, આવ્યા વગર રહેતો નથી. હૃદયમાં એક વખત વૈરાગ્ય જભ્યો એટલે તે જીવનના અંત સુધી
વગોવાતી સાધુસંસ્થા * ૧૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org