________________
કવે, મંદિર કે બગીચામાં એ હેતુ માટે જ જતાં હોય છે. જાહેર સ્થળોનો ઉપયોગ રાજદ્વારી જાસૂસી માટે પણ પ્રાચીન સમયથી થતો આવ્યો છે. લશ્કરમાં જાસૂસીની તાલીમ આપવામાં આવે ત્યારે ગુપ્ત વેશે જાહેર સ્થળે ટોળામાં ભળી જઈ કેવી રીતે માહિતી મેળવવી તેની ખાસ તાલીમ અપાય છે. જ્યાં રોકટોક વિના, અજાણ્યા હોવા છતાં સહેલાઈથી જઈ શકાય એવું કોઈ સ્થળ હોય તો તે ધાર્મિક સ્થળ છે. જૂના સમયમાં ગુપ્તચરો ધાર્મિક સ્થળનો ઘણો ઉપયોગ કરતા અને વર્તમાન સમયમાં પણ જાસૂસીના હેતુ માટે દુશ્મન રાજ્યનાં ધાર્મિક સ્થળોનો વધુ ઉપયોગ થયો છે.
ભારતમાં હિન્દુ-મુસલમાનનાં કોમી હુલ્લડો વખતે નાનાં-મોટાં શહેરોમાં કેટલીયે મસ્જિદોનો ઉપયોગ શસ્ત્રો અને લડવા માટેની અન્ય સામગ્રી ભરવા માટે થયો છે. કેટલાયે સશસ્ત્ર હુમલા મસ્જિદમાંથી નીકળેલાં ટોળાંઓએ કરેલા છે. તેવી રીતે હિન્દુ મંદિરોનો પણ ઉપયોગ થયેલો છે.
બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મન, ફ્રાંસ, ઇટલી, બ્રિટન વગેરે કેટલાક દેશોએ પણ પોતાના ચર્ચની અંદર શસ્ત્રસરંજામ ગોઠવેલાં હતાં. ચર્ચ ઉપર બોમ્બમારો ન કરવાની નીતિ ઘણે અંશે અપનાવાઈ હતી, તો પણ ચર્ચનો દુરુપયોગ કેટલાયે દેશોએ યુદ્ધ વખતે કર્યો હતો. પોતાના શસ્ત્રાગારને બચાવવા માટે ક્યાંક ક્યાંક તેના ઉપર રેડ ક્રોસનો વાવટો પણ ફરકાવવામાં આવ્યો હતો. તો બીજી બાજુ બોમ્બમારો કરતી વખતે ચર્ચ કે હૉસ્પિટલને પણ ન છોડવાં એવું ઝનૂન કેટલાયે સૈનિકોએ બતાવ્યું છે. પહેલા અને બીજા વિશ્વયુદ્ધ વખતે યુરોપમાં ધાર્મિક સ્થળોનો ઉપયોગ યુદ્ધ માટે ઠીક ઠીક પ્રમાણમાં થયો હતો.
શસ્ત્ર સહિતની અથડામણ માટે ધાર્મિક સ્થળોનો ઉપયોગ એક જ રાષ્ટ્રના વિભિન્ન પક્ષો વચ્ચે પણ થયો છે. દુશ્મન રાષ્ટ્રની સામે પણ થયો છે અને પોતાની સરકારની સામે પણ થયો છે. જ્યારે કોઈ પણ પ્રજામાં સશસ્ત્ર આંતરવિગ્રહ શરૂ થાય છે ત્યારે આવા ધાર્મિક અને ઇતર પ્રકારનાં જાહેર સ્થળોનો ઉપયોગ અધાર્મિક હેતુઓ માટે થયો છે એમ ઇતિહાસ કહે છે.
ઈરાનમાં મસ્જિદની અંદર જ મુલ્લાંઓને શસ્ત્રો ચલાવવાની તાલીમ અપાઈ હતી. શ્રીલંકામાં બૌદ્ધ ભિખ્ખઓ પણ પોતાના મઠમાં રાખેલાં શસ્ત્રો લઈને તામિલ ટાઈગર સામે યુદ્ધે ચડ્યાના બનાવો બન્યા છે. ક્યારેક ધર્મને નામે જ યુદ્ધ થતું હોય ત્યારે આવી અધાર્મિક પ્રવૃત્તિને ન્યાયયુક્ત ઠરાવવાનો
ધાર્મિક સ્થળોનો અધાર્મિક ઉપયોગ * ૧૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org