________________
પચીસ હજાર કે લાખ માણસ બેસી શકે એવાં જાહેર સ્થળો અસ્તિત્વમાં આવી રહ્યાં છે.
સ્થળોનાં વિભિન્ન ઉપયોગ અથવા રૂપાંતર કામચલાઉ કે કાયમી ધોરણે થાય છે. કેટલાંક સ્થળોનું એકથી વધુ (multipurpose) ઉપયોગ માટે નિર્માણ થાય છે. ક્યારેક જે હેતુ માટે નિર્માણ થયું હોય તે હેતુ પૂરો થતાં અન્ય હેતુ માટે ઉપયોગ થાય છે. કબ્રસ્તાનમાં બાલઉદ્યાન, શાળાના મકાનમાં હૉસ્પિટલ, હૉસ્પિટલમાં થિયેટર કે પુસ્તકાલય, પુસ્તકાલયના મકાનમાં દુકાનો અને ઑફિસો એવું એવું રૂપાંતર ઘણે ઠેકાણે થયેલું જોવા મળશે. વળી જ્યાં જ્યાં જે જે જાહેરસ્થળ હોય છે ત્યાં ત્યાં તે તે સ્થળનો હંમેશાં સર્વાશે તે જ હેતુ માટે ઉપયોગ થાય એ ઇષ્ટ પણ છે. શાળાના મકાનમાં રજાઓમાં નેત્રયજ્ઞ થાય કે નાના ગામમાં લગ્નની જાનને ઉતારો અપાય તેમાં અયોગ્ય કેટલું ? બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બોમ્બમારા વખતે લોકો થિયેટરોમાં, દેવળોમાં, અંડરગ્રાઉન્ડ રેલવે સ્ટેશનોમાં આશ્રય લેતા. એટલે જાહેર સ્થળોનો ઇતર ઉપયોગ ન થઈ શકે એવું નથી; પણ એનો દુરુપયોગ હંમેશાં ટીકાપાત્ર રહ્યો છે.
ધાર્મિક સ્થળો વિશાળ હોવાથી જાહેર પ્રવૃત્તિઓ માટે પણ વધુ અનુકૂળ ગણાય છે. એવાં વિશાળ સ્થળોમાં ધાર્મિક કે અધાર્મિક, જાહેર કે ગુપ્ત પ્રવૃત્તિઓ, ગેરકાયદે કે સત્તાવાર રીતે, સંજોગાનુસાર થાય છે.
ધાર્મિક સ્થળોનું નિર્માણ શાંતિમય આરાધના માટે થાય છે, પરંતુ ત્યાં પણ ઝઘડા અને મારામારી નથી થતાં એવું નથી. દુનિયામાં કોઈ ધર્મ એવો નથી કે જેના કોઈકને કોઈક ધર્મસ્થળમાં વખત જતાં ઝઘડો કે મારામારી ન થયાં હોય.
યુવક-યુવતીઓનાં ગુપ્ત પ્રેમમિલન માટે ધાર્મિક સ્થળોનો ઉપયોગ છેક પ્રાચીન કાળથી બધા જ ધર્મોમાં થતો આવ્યો છે. પરંતુ વર્તમાન સમયમાં તો દાણચોરીની વસ્તુઓ ગુપ્ત રીતે સંતાડી રાખવા માટે પણ મંદિરમસ્જિદોનો ઉપયોગ ભારતમાં અને ભારત બહાર થયો છે. ધર્મસ્થળ એક એવી જગ્યા છે કે જે માટે કોઈને બહુ જલદી શંકા આવે નહિ, શંકા આવે તો પણ તેમાં પોલીસને દાખલ થતાં વાર લાગે, માલ પકડાય પછી તેના ગુનેગારને પકડવાનું અઘરું બને અને ધર્મસ્થળની માલિકી સાર્વજનિક હોવાથી વ્યક્તિગત જવાબદારી ઓછી આવે.
જાહેર સ્થળોનો ઉપયોગ સમાચારોની લેવડદેવડ માટે, ચાડીચૂગલી માટે કે કાવતરાંઓ ઘડવા માટે પણ થાય છે. કેટલાંક સ્ત્રીપુરુષો નદી
૧૨૦ જ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org