________________
૧૫ ધાર્મિક સ્થળોનો અધાર્મિક ઉપયોગ
પંજાબમાં શીખ આતંકવાદીઓએ અમૃતસરમાં સુવર્ણમંદિરનો કબજો લઈને, સશસ્ત્ર સામનો કરીને જે પરિસ્થિતિનું નિર્માણ ૧૯૮૪માં અને ૧૯૮૮માં કર્યું હતું તે ઘટનાઓએ કોઈ એક ધાર્મિક સ્થળનો કેટલો બધો દુરુપયોગ થઈ શકે છે તેનું દૃષ્ટાંત પૂરું પાડ્યું હતું.
ધર્મસ્થળના દુરુપયોગની આવી ઘટના માત્ર સુવર્ણમંદિરમાં જ બની છે એવું નથી. ઇતિહાસે અગાઉ પણ આવી ભિન્ન ભિન્ન પ્રકારની ઘટનાઓ નિહાળી છે. પોતાના ધર્મસ્થળને વિધર્મીઓથી બચાવવા માટે તેમાં સશસ્ત્ર તૈયારી કરવામાં આવી હોય એવું ભૂતકાળમાં મંદિરોમાં અને મસ્જિદોમાં પણ થયું છે. વિભિન્ન ધર્મવાળી જાતિ કે પ્રજા વચ્ચેના સંઘર્ષે પણ આવું ઉગ્ર સ્વરૂપ નિહાળ્યું છે. મધ્યપૂર્વના દેશોમાં યહૂદીઓ અને મુસલમાનો વચ્ચે, ખ્રિસ્તીઓ અને મુસલમાનો વચ્ચે તથા મુસલમાનોમાં શિયા અને સુન્ની વચ્ચે જે સશસ્ત્ર સંઘર્ષો થયા હતા તેમાં પણ ધાર્મિક સ્થળોનો દુરુપયોગ થયો હતો.
પોતાના જ રાષ્ટ્રમાં થોડાક ઝનૂની માણસો ધર્મસ્થળનો કબજો લઈ પોતાની સરકારનો સશસ્ત્ર સામનો કરે એ પ્રકારની ઘટના ભારતમાં અમૃતસરના સુવર્ણ મંદિરમાં બની હતી. કેટલાકને આવું કાર્ય ગેરકાયદે અથવા અનૈતિક લાગે છે. બીજે પક્ષે કેટલાક લોકોને આવું કાર્ય પવિત્ર ધાર્મિક ફરજરૂપ લાગે છે. ધર્મનો વિષય બહુ સંવેદનશીલ છે. પોતાનો ધર્મ અથવા પોતાનું ધાર્મિક સ્થળ જોખમમાં છે અથવા એના ઉપર ભયંકર
૧૧૮ ૬ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org