________________
(જેમ લોઢાના જવ ચાવવા દુષ્કર છે તેમ સર્ષની જેમ એકાન્તદૃષ્ટિથી - એકાગ્રતાથી ચારિત્રનું પાલન કરવું દુષ્કર છે.)
ઠેઠ પ્રાચીન કાળથી વર્તમાન સમય સુધી દુનિયાના દરેક ધર્મમાં એવા માણસો જોવા મળે છે કે જેઓ ઘરબાર છોડી સાધુ-સંન્યાસી થઈ ગયા હોય. કેટલાક માણસો પ્રકૃતિથી ભોગોપભોગથી વિમુખ હોય છે. પરંતુ જેટલા સાધુ-સંન્યાસી, ભિખુ, પાદરી, ફકીર ઈત્યાદિ થયા હોય તે બધા જ ત્યાગ-વૈરાગ્યની સાચી ભાવનાથી પ્રેરાઈને સંયમના માર્ગ સાચી રીતે પ્રવર્યા હોય એવું નથી. કેટલાયે અજ્ઞાનથી, લાચારીથી દુ:ખથી મુક્ત થવા, તેવો માર્ગ સ્વીકાર્યો હોય છે. કેટલાકને ભોળવીને લઈ જવામાં આવ્યા હોય છે. કેટલાકે પોતે આજીવિકા મેળવવાને અસમર્થ હોવાથી કે મંદબુદ્ધિવાળા હોવાથી, કે કોઈ શારીરિક ખોડ હોવાથી કે પોતે તરંગી વિચિત્ર સ્વભાવના હોવાથી આવો માર્ગ ગ્રહણ કરેલો હોય છે. વેશથી તેઓ સાધુ હોય છે, પણ તેમના હૃદયને વૈરાગ્યનો અને સંયમનો પાકો રંગ લાગ્યો નથી હોતો. તેઓ માત્ર દ્રવ્યલિંગી જ હોય છે.
કેટલાક સાધુઓમાં તત્કાલ પૂરતો દુ:ખગર્ભિત વૈરાગ્યનો ઉદ્રક હોય છે, પરંતુ તે શમી જતાં અને ભોગોપભોગની સામગ્રી સુલભ બનતા ફરી તેમનામાં સાંસારિક ભાવો જાગ્રત થાય છે. યૌવનાવસ્થામાં એ વિશે પ્રબળ બને છે. વિવિધ ઇન્દ્રિયોની અતૃપ્તિ એમને સતાવે છે અને માનસિક પરિતાપ કરાવે છે.
બધા સાધુ એક જ સરખી કોટિના ન હોઈ શકે. કોઈકની એક પ્રકારની શક્તિ હોય તો કોઈકની અન્ય પ્રકારની. તેવી રીતે કેટલાક સાધુઓમાં જોવા મળતી શિથિલતાઓ પણ એક સરખી ન હોતાં જુદા જુદા પ્રકારની હોય છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ તથા અશુભ યોગ મોટા સાધુઓને પણ પતનના માર્ગે લઈ જાય છે. વિષય અને કષાય એ સાધુજીવનના મોટા શત્રુઓ છે. શિથિલતાની દૃષ્ટિએ એવા પાંચ પ્રકારના સાધુ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે કે જે અવંદનીય ગણાય છે : (૧) પાર્થસ્થ (પાસત્થા), (૨) અવસન (ઓસનો), (૩) કુશીલ, (૪) સંસક્ત અને (૫) યથાછંદ (જહાછંદો). આ પાંચ પ્રકારના દરેકના પેટા પ્રકાર પણ બતાવવામાં આવ્યા છે. “ગુરુવંદન ભાષ્ય'માં કહ્યું છે :
पासत्थो ओसन्नो कुसील संसत्तओ जहाछंदो પુર - યુગ - તિ - ૬ - ન - વિદા વંશના નિયમ |
યુવેર વર૪ તારુને મળત્તi | = ૧૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org