________________
પડ્યું હોય તે માટે તે જીવોની ક્ષમા માંગું છું. (૩) હું આહાર લઉં છું, પરંતુ મારા આત્માના અણાહારી પદનું મને ક્યારેય વિસ્મરણ ન થશો. (૪) મેં લીધેલો આહાર મારા દેહમાં એવી શુભ રીતે પરિણામો કે જેથી મારા અધ્યવસાયો શુભ રહે અને સંયમની વિરાધના ન થાય. (૫) વિશ્વમાં સર્વત્ર ક્ષુધા વેદનીય કર્મનો જ્યાં જ્યાં ઉદય હોય ત્યાં ત્યાં તે શાંત થાવ. (તપસ્વીને શાતા અને ભૂખ્યાને ભોજન મળી રહો.)
આહારથી અનાહારી પદ સુધીનું સ્થૂલ અને સૂક્ષ્મ ક્ષેત્ર કેટલું વિરાટ અને કેટલું વિસ્મયજનક છે !
(સાંપ્રત સહચિંતન-૫)
Jain Education International
૧૦૬ * સાંપ્રત સમાજ-દર્શન
For Private & Personal Use Only
www.jainelibrary.org