________________
વળી દમને લીધે આખી રાત તું સૂઈ નહિ શકે. બેઠાં બેઠાં આખી રાત કાઢવી પડશે. તું જાગતો બેઠો હોય તો તારા ઘરમાં ચોર કેવી રીતે આવે ? અને તારા વાળ ધોળા થાય તે પહેલાં તો તારું આયુષ્ય પૂરું થઈ ગયું હશે. કાળા વાળ સાથે તું જશે.'
વૈદે માર્મિક રીતે મીઠાશથી યુવાનને સમજાવ્યું. યુવાને તરત જ વૈદરાજે કહ્યું તે પ્રમાણે ચરી પાળવાનું સ્વીકારી લીધું.
ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં હિન્દુ ધર્મમાં અન્નને આધારે આખું વિશ્વ ચાલ્યા કરે છે. અન્ન ન હોય તો પ્રજોત્પત્તિ ન હોય, અન્ન ન હોય તો જીવન ન હોય, શક્તિ ન હોય અને શક્તિ ન હોય તો સાધના ન હોય. શરીરમાદ્યમ્ અતુ ધર્મ સાધનમ્ । ધર્મ સાધના માટે શરીરની પહેલી આવશ્યકતા છે. શરીર માટે આહારની પહેલી આવશ્યકતા છે. માટે અન્નનું મહત્ત્વ આધ્યાત્મિક ક્ષેત્રે પણ સ્વીકારાયું છે.
આહારના વિવિધ પ્રકારના પ્રયોગો થાય છે. અમુક પ્રકારની વિશિષ્ટ શક્તિ આહાર દ્વારા મેળવાય છે. કેટલીક લબ્ધિ-સિદ્ધિ પણ આહાર ઉપર આધારિત છે. ભગવાન મહાવીરે ગોશાલકને તેજોલેશ્યા કેવી રીતે પ્રાપ્ત ક૨વી તેની જે વિદ્યા શીખવી હતી એમાં બાફેલા અડદના દાણાનું મહત્ત્વ ઘણું હતું. ચોવીસ કલાકમાં અનાજનો ફક્ત એક જ રાંધેલો દાણો લઈને એનો વિધિપૂર્વક આહાર કરવાની તપશ્ચર્યા (એક સિત્થ તપ) પણ વિશિષ્ટ પ્રકારની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિ જન્માવે છે. અકબર પ્રતિબોધક શ્રી હીરવિજ્યસૂરિ મહારાજે આવી ‘એક સિત્થ'ના પ્રકારની કેટલીક તપશ્ચર્યા કરી હતી.
વળી આહાર અંગે અનશન, ઊણોદરી, આયંબિલ, વૃત્તિસંપેક્ષ, રસત્યાગ વગેરે વિવિધ પ્રકારની તપશ્ચર્યા પણ બતાવવામાં આવી છે. જેઓ આવી તપશ્ચર્યા ન કરી શકે તેઓ એક વધુ વાનગી અમુક સમય સુધી ન ખાવાની બાધા લઈ શકે છે. જેઓને ઊંડી આધ્યાત્મિક સાધના કરવી છે તેઓને આહાર ઉપર વિજય મેળવ્યા વિના છૂટકો નથી. જે માણસની સ્વાદેન્દ્રિય લોલુપ હોય તે માણસ ઊંડી આધ્યાત્મિક સાધના કરી શકે નહિ.
આહાર કરતી વખતે સાચા જૈને નીચે પ્રમાણેની પાંચ પ્રકારની ભાવના ભાવવી જોઈએ. (૧) મારા આહાર માટે જે કોઈ એકેન્દ્રિય જીવની હિંસા-વિરોધના થઈ છે તે સર્વજીવોની ક્ષમા માંગું છું. (૨) આ આહાર મારા મુખ સુધી પહોંચાડવામાં જે કોઈ જીવોને જે કોઈ પ્રકારનું કષ્ટ માયને અસળપાળસ * ૧૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org