________________
ચોંટતું હોય, પ્રાણ તૂટતા હોય એમ લાગતું હોય અથવા શુભ ધર્મચિંતન ન થઈ શકતું હોય તો એ છે કારણોને લીધે અથવા એમાંના મુખ્ય ક્ષુધાવેદનીય કર્મના ઉદયને કારણે આહાર લેવાની જરૂર રહેતી હોય તો આહાર લેવો જોઈએ. સાધુઓએ સ્વાદના શોખ માટે આહાર લેવાનો ન હોય.
માંડલીના પાંચ દોષોમાં મુખ્ય દોષ તે “સંયોજના દોષ' છે. વિશિષ્ટ રસના આસ્વાદ માટે અમુક વાનગીઓનું પાત્રામાં અથવા મુખમાં સંયોજન અર્થાત્ મિશ્રણ કરવું એ સંયોજના દોષ છે.
રસત્યાગને ચુસ્ત રીતે અનુસરનારા મુનિ મહારાજ ભોજનની વાનગીઓ બધી ભેગી કરીને વાપરે છે કે જેથી કોઈ પણ એક વાનગીનો જુદો સ્વાદ માણવાનું મન ન થાય. જે વાનગી છૂટી ખાવાની હોય તેને તેઓ ભેળવીને ખાય છે અને જે વાનગી ભેળવીને (જેમ કે દાળ- ભાત, ખીચડી-કઢી) ખાવાની હોય તેને તેઓ છૂટી વાપરે છે.
ગત શતકના સર્વોચ્ચ દીક્ષાદાતા પ. પૂ. સ્વ. પ્રેમસૂરીશ્વરજી મહારાજ પોતે આહારની બાબતમાં અત્યંત સંયમિત હતા અને પોતાના શિષ્યોને પણ એ રીતે તૈયાર કરેલા. સ્વ. પ્રેમસૂરિદાદાએ પોતાના પચાસથી અધિક વર્ષના દીક્ષા પર્યાયમાં રોજ ઘણું ખરું એક જ વખત ગોચરી વાપરી છે અને ગોચરીમાં પણ ઘણુંખરું તેઓ બે જ વાનગી-દાળ અને રોટી અથવા ક્યારેક શાક અને રોટી વાપરતા. એમનું સૂત્ર હતું.
દાળ અને રોટી, બીજી વાત ખોટી. ભોજનમાં ફક્ત દાળ અને રોટી વાપરવાની વાત આવી એટલે ફક્ત દાળ અને રોટી ખાનાર બીજા એક સંન્યાસી મહારાજની વાત યાદ આવે
છે.
અન્ય ધર્મના કેટલાક સંપ્રદાયોમાં સંન્યાસીઓ ગૃહસ્થના ઘરે જઈ ભોજન કરે એવી પ્રથા હોય છે. એક વખત એક બહેને એક સંન્યાસી મહારાજને પોતાને ત્યાં ભોજન લેવા માટે નિમંત્રણ આપ્યું. સંન્યાસી મહારાજ ખાવાના શોખીન હતા, પણ દેખાવ સાદાઈનો કરતા. જ્યારે બહેને પૂછ્યું, “મહારાજ ! આપને માટે શું બનાવું ?” મહારાજે કહ્યું, “અમારે તો બીજું કાંઈ ન જોઈએ. દાળ અને રોટી મળે એટલે બસ.' બહેને કહ્યું, બસ, મહારાજ ! આટલું જ ? નહિ ?' “ના. બસ આટલું જ, પણ દાળ સફેદ બનાવજો અને રોટી કાળી બનાવજો.... બસ, બે જ વાનગી બનાવજો - કાળી રોટલી અને ધોળી દાળ.'
VISIT TT મોથા મો સે નિષથે | - ૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org