________________
બહેન કશું સમજી નહિ. એ તો મૂંઝાઈ ગઈ. એણે પડોશણને પૂછ્યું. પડોશણે કહ્યું, “ધોળી દાળ એટલે દૂધપાક અને કાળી રોટલી એટલે માલપુવા.” સંન્યાસી મહારાજ આ બે વાનગી જ બરાબર ઝાપટે છે. પછી ત્રીજી વાનગીની જરૂર નહિ. એ બહેને મહારાજને બે જ વાનગીનું સાદું (?) ભોજન કરાવ્યું તો ખરું, પણ પછી બીજી વાર નિમંત્રણ ન આપ્યું.
કેટલાક ધર્મોમાં ભોજનનો થાળ એ ગુરુ મહારાજનો સૌથી પ્રિય વિષય હોય છે. ભાતભાતની વાનગી પોતે આરોગે અને ભક્તોએ પોતાને ધરાવેલા થાળામાંથી વિવિધ વાનગીઓ ભક્તોને પ્રસાદરૂપે ખવડાવે. કેટલીક વાર તો ભક્તભક્તાણીના મોંઢામાં તેઓ સ્વહસ્તે મૂકે છે. ધાર્મિક આનંદોત્સવ સાથે મિષ્ટ વાનગીઓ સંકળાયેલી છે. ભક્તો-ભક્તાણીઓ ગુરુજીને ખવડાવે અને ઉચ્ચ સ્વરે તાળીઓ સાથે ગાય :
હસતાં, હસતાં ખાય, ગુરુજી મારા, હસતાં હસતાં ખાય !
મનભાવતી વાનગીઓથી ધરાઈને પેટ ભરવું એ કેટલાક સંપ્રદાયોના ઉત્સવોનું - ગુરુમહિમાનું એક લક્ષણ છે. આવા પંથોમાં ભક્તો જ ગુરુજીને ખવડાવી ખવડાવીને અતિશય હૃષ્ટપુષ્ટ બનાવી દે છે, એટલું જ નહિ, મધુપ્રમેહના રોગનો ભોગ પણ બનાવી દે છે. વળી વારંવાર મિષ્ટાન્ન આરોગવાને કારણે ગુરુજીની વાસનાઓ પણ બહેકવા લાગે છે અને એમાંથી કેટલાક અનર્થો સર્જાય છે.
- શરીરમાં ગયેલો અન્નનો દાણો એનું કાર્ય કર્યા વગર રહેતો નથી. કેટલાક પ્રકારનું ભોજન તામસી ગણાય છે. એ ખાવાથી તામસી પ્રકૃતિ વધે છે, એટલે કે કામ, ક્રોધ, દ્વેષ, પ્રમાદ ઇત્યાદિ વધે છે. આથી સંયમના સાધકો માટે એવી ભોજનસામગ્રી વર્ય ગણાય છે. સાંજનું મિષ્ટાન્નયુક્ત ભારે ભોજન વાસનાને ઉશ્કેરી શકે છે. જેઓ ધ્યાન ધરવા ઇચ્છતા હોય તેઓએ તો સાંજના ભોજન ન કરવું જોઈએ અથવા હળવું ભોજન લેવું જોઈએ. ગરિષ્ઠ ભોજન જમ્યા પછી ધ્યાન સારું થઈ શકતું નથી. ધ્યાન નિદ્રામાં પરિણમે છે.
સ્નિગ્ધ ભોજન કામવિકારનું, પ્રમાદનું કારણ બની શકે છે. એટલા માટે જૈન મુનિઓ એવા પ્રકારના આહારનો યથાશક્તિ ત્યાગ કરે છે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે, પૂર્વ વન, ર | સ્નિગ્ધ રસનો ત્યાગ કરવો. દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને કડા (કડાઈમાં તળેલી વાનગી) એ છને વિગઈ (વિકૃતિ પરથી) કહેવામાં આવે છે. કેટલાક મુનિ મહાત્માઓ આજીવન આ છએ વિગઈનો ત્યાગ કરે છે, તો કેટલાક અમુક સમયમર્યાદા
૯૪ ૬ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org