________________
૧૩ मायन्ने असणपाणस्स
શ્રવણ ભગવાન મહાવીરે જૈન સાધુઓના બાવીસ પરીષહ (કષ્ટ) સહન કરવા વિશે ઉત્તરાધ્યયન સૂત્રમાં સચોટ ઉપદેશ આપ્યો છે. આ બાવીસ પરીષહમાં સૌથી પ્રથમ સ્થાન સુધા પરીષહને આપવામાં આવ્યું છે. સુધા પરીષહ સહન કરનારા સાધુઓને માટે તેમણે કહ્યું છે કે તેઓ ખાનપાનની માત્રાના, મર્યાદાના જાણકાર હોવા જોઈએ. ક્ષુધા પરીષહની ગાથા આ પ્રમાણે છે :
कालीपबंगसं कासे किसे धमणिसंतए ।
मायन्ने असणपाणस्स अदीणमणसो चरे ।। [ ભૂખથી સૂકાઈને શરીર કાકજંધા (એક પ્રકારનો છોડ અથવા કાગડાની ટાંગ) જેવું પાતળું થઈ જાય, શરીરની ધમનીઓ ઢીલી પડી જાય તો પણ ખાનપાનની માત્રાના જાણકાર (માયન અથવા માત્ર એટલે માત્રજ્ઞ) એવા મુનિઓ અદનભાવથી વિચરે. ]
જે મુનિઓ પોતાના ખાનપાનની મર્યાદાને જાણે છે તેઓને દીનતાનો, લાચારીનો, પરવશતાનો અનુભવ થતો નથી. જે માણસો પોતાના ખાનપાનને બરાબર જાણતા નથી તે માણસો રોગ વગેરે થતાં પરવશ, દીન, લાચાર બની જાય છે. એકાદ ગંભીર રોગ થતાં ભલભલા બહાદુર, અભિમાની માણસો ગરીબડા થઈ જાય છે, ક્યારેક રડી પણ પડે છે. પોતાના તનના કે ધનના જોરે ઘાંટો પાડીને બીજાને ધ્રુજાવનારા પણ તીવ્ર શારીરિક પીડા થતાં ચીસાચીસ કરવા લાગે છે. તે વખતે તેમની સ્થિતિ
मायन्ने असणपाणस्स * ८७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org