________________
જોવા જેવી હોય છે.
જે સાધક પોતાનાં આહાર-પાણીને બરાબર જાણે છે અને તે અનુસાર આહાર લે છે તે સાધકને માંદા પડવાનો અવસર જવલ્લે જ આવે છે. કેટલાયે સાધુ મહાત્માઓ એવા હોય છે કે જેમને આખી જિંદગીમાં કોઈ દિવસ તાવ આવ્યો હોય કે માથું દુ:ખ્યું હોય એવી નાની સરખી બીમારી પણ આવી નથી હોતી. કેટલાંક એવા મહાત્માઓ છેલ્લે અન્નપાણીના ત્યાગ દ્વારા દેહનું વિસર્જન પણ સ્વેચ્છાએ સમાધિપૂર્વક કરે છે. આવા મહાત્માઓને જીવનમાં કોઈ પણ પ્રકારની દીનતા, લાચારી, પરવશતા વગેરે અનુભવવાં નથી પડતાં. એટલે જ એવી દશા જેઓને પ્રાપ્ત કરવી છે તેઓએ આહારની બાબતમાં સજાગ અને સભાન રહેવાની જરૂર છે. આહારની અને એની માત્રાની શરીર અને ચિત્ત ઉપર સારી કે માઠી અસર થયા વગર રહેતી નથી. આહારનું પણ સત્ત્વ, રજસું અને તમસું એ ત્રણ ગુણોની દૃષ્ટિએ વર્ગીકરણ કરવામાં આવે છે. માણસ ધારે તો સતત અવલોકન કરીને ક્યા પ્રકારના આહારથી પોતાના ચિત્ત ઉપર કેવો પ્રભાવ પડે છે, તેનો નિર્ણય કરી શકે અને પોતાને માટે પથ્યાપથ્ય શું છે તે સમજી શકે, સાધકો માટે એ બહુ જરૂરી છે. બ્રહ્મચર્યનું સંનિષ્ઠ પાલન કરનાર માટે એ સવિશેષ જરૂરી છે.
કોઈ વ્યક્તિ પોતાના ખાનપાનની બરાબર જાણકાર છે અને એ પ્રમાણે જ આહારાદિ લે છે એની કસોટી કઈ ? સામાન્ય નિયમ એવો છે કે પોતાના શરીરનો બાંધો અને પોતાની શારીરિક પ્રકૃતિ અનુસાર જેઓ યોગ્ય ખોરાક, યોગ્ય સમયે, યોગ્ય પ્રમાણમાં લે છે તેને ક્યારેય માંદા પડવાનો વખત આવતો નથી. પરંતુ આથી પણ ચડિયાતી અને કઠિન કસોટી પણ છે. હિમાલયમાં એક યોગી મહાત્માએ કહ્યું હતું કે માણસ યોગ્ય આહાર લે છે કે કેમ એની કસોટી એના નિહાર (શૌચ) ઉપરથી થઈ શકે છે. માણસની ઉત્તમ નિહારક્રિયા છે કે જે વધુમાં વધુ પાંચ સેકન્ડમાં પતી જાય અને જે માટે એને પાણી, કાગળ કે હાથનો ઉપયોગ કરવો ન પડે અને છતાં એનું શરીર સ્વચ્છ, શુદ્ધ અને દુર્ગંધરહિત હોય. કેટલાયે યોગી મહાત્માઓનાં શરીર આ પ્રકારનાં હોય છે.
ખાનપાનની સામાન્ય જાણકારી ભિન્નભિન્ન કક્ષાના લોકોની ભિન્ન ભિન્ન દૃષ્ટિબિંદુથી ભિન્ન ભિન્ન હોઈ શકે. કોઈ સ્વાદની દૃષ્ટિએ, કોઈ આરોગ્ય અને તાકાતની દષ્ટિએ, કોઈ ઈન્દ્રિય સંયમની દૃષ્ટિએ, કોઈ ધ્યાન અને અધ્યાત્મની દષ્ટિએ એનો વિચાર કરી શકે. સામાન્ય માણસો
૯૮ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org