________________
કર્યા કરે છે.'
દીનતા જાય તો સમતા આવવી જોઈએ, મિથ્યાભિમાન નહિ. પરંતુ ભૂખે મરતો દીન માણસ જ્યારે તવંગર બને છે ત્યારે સંપત્તિ માટેનું એનું અભિમાન છલકે છે. પોતાના દુઃખના દિવસોની સ્મૃતિ બીજા દીનદુઃખી પ્રત્યેની સહાનુભૂતિમાં પરિણમવી જોઈએ, નહિ કે એમને સતાવવામાં.
મનુષ્ય દીન, નિર્ધન, મજબૂર નથી એ દર્શાવવા એક પ્રસંગ કહેવાય છે. એક વખત એક મહાત્મા એક ગરીબ વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે એમની નજર એક મકાનના ઓટલા પર એક સશક્ત, બેકાર અને નિષ્ક્રિય બેઠેલા યુવાન ૫૨ ગઈ. એમણે યુવાનને આમ બેસી રહેવાનું કારણ પૂછ્યું. યુવાને કહ્યું કે, ‘પોતાની પાસે પૈસા નથી, એટલે બેસી રહ્યો છે.’ મહાત્માએ કહ્યું કે, ‘ભાઈ, મજાક નથી કરતો, સાચી વાત કહું છું. મને કહે કે કોઈ માણસ એક આંખે અથવા બેય આંખે આંધળો હોય અને એને નવી આંખ બેસાડવા ઑપરેશન કરાવવું છે તો કેટલું ખર્ચ થાય ? પંદર, પચીસ હજાર રૂપિયા થાય ને ? તારી બંને આંખ સાજી છે તો એની કિંમત પચીસ હજાર જેટલી ન મૂકી શકાય ? બહેરો માણસ કાને ઑપરેશન કરાવે તો કેટલું ખર્ચ થાય ? તારા બંને કાન સાજા છે. એની કિંમત મૂક. એ રીતે તારે જો બે હાથ ન હોત કે બે પગ ન હોત તો શું થાત ? આમ આખા શરીરની કિંમત મૂકે તો સહેજે દોઢ-બે કરોડ રૂપિયા જેટલી થાય. તું જાતને નિર્ધન માને છે, પણ વસ્તુત: તો તું કોટ્યાધિપતિ છે. માટે તું તારી નિર્ધનતાની, દીનતાની વાત છોડી દઈને બહાર જા, પહેલાં કંઈક શારીરિક મજૂરીનું કામ શોધી લે અને એમ કરતાં તું આગળ વધશે.' યુવાને મહાત્માની શિખામણ માની અને એનું જીવન સુધરી ગયું. દીનતાની સાથે ભય રહેલો છે. સદાચારી હંમેશાં નિર્ભય હોય છે. સદાચારી બનવા માટે માણસે સંતોષી બનવું પડે. લોભાદિ વૃત્તિઓ, તીવ્ર કામનાઓ, મોટી અપેક્ષાઓ માણસને સદાચારમાંથી ચિલત થવા લલચાવે છે. સંતોષી એક દિવસમાં નથી થવાતું. એનો સતત મહાવરો રાખવો જોઈએ. વળી કસોટી આવે ત્યારે જ પોતાના સંતોષીપણાની ખબર પડે છે.
અદીન રહેવું એટલે કે પોતાના સત્ત્વની ખુમારીથી રહેવું. ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ માણસે પોતાની પ્રતિભા, ચિત્તની પ્રસન્નતા ઝાંખી ન થવા દેવી જોઈએ.
જ્યારે જીવનમાં વિપરીતતા, પ્રતિકૂળતા આવે ત્યારે લાચાર ન બનતાં, સંસારમાં જે કંઈ બને છે તે પોતપોતાનાં શુભાશુભ કર્માનુસા૨ બને છે ૮૮ * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org