________________
માણસે દીનતાનો વિચાર ન કરવો જોઈએ, મનમાં એવો ભાવ ન લાવવો જોઈએ. દીનતા છોડીને આધ્યાત્મિક સંપત્તિવાન થવાનું ધ્યેય જેઓ રાખે છે તેઓના જીવનમાં ત્યાગ, વૈરાગ્ય આવ્યા વિના રહેતાં નથી. જેટલી વસ્તુઓના મોજશોખ હોય એટલી તે મેળવવા માટેની ઝંખના રહે. તે માટે કમાવાનો પુરુષાર્થ કરવાની પરાધીનતા રહે અને પરાધીનતા એટલે દીનતા. એટલે જ જૈન મુનિઓ પાસે ઓછામાં ઓછાં ઉપકરણો, જીવનનિર્વાહ માટેનાં બાહ્ય સાધનો ઓછામાં ઓછાં હોય છે. બાહ્ય ચીજવસ્તુઓ માટે તેઓને કોઈની ગરજ ભોગવવાની ૨હે નહિ. દિગંબર મહાત્માઓને આહારપાણી સિવાય બીજી કશી આવશ્યકતા નહિ એટલે પરાધીનતા નહિ.
માણસ દીન બને છે ત્યારે કેટલાક લોકો એની દયા ખાય છે. પોતાના પ્રત્યે કોઈ સહાનુભૂતિ બતાવે, કોઈ દયા ખાય તો માણસને હિંમત આવે છે. અંદરથી કંઈક બળ મળે છે. કોઈ દયા બતાવે, પોતાની તકલીફ દૂર કરે તો માણસને ગમે છે. પણ પછી કેટલાકને એવી દયા- સહાનુભૂતિ મેળવવાની ટેવ પડી જાય છે. એટલે એવા માણસોને પોતાનાં દુ:ખનાં રોદણાં રડવાનું ગમે છે. પછી તો દુ:ખ કંઈ કષ્ટ હોય કે ન હોય તો પણ તેઓને રોદણાં રડ્યા વગર ચેન નથી પડતું. કલ્પિત કોનો આશ્રય લેવાય છે. કાયર અને નિ:સત્ત્વ માણસોને તો પોતાની સાચી કે કૃત્રિમ દીનતા લાભકારક લાગે છે.
માણસને લાચાર બનાવી દેનારી બીજી એક મહત્ત્વની ઘટનાને ગંભીર બીમારી છે. ગમે તેવો સશક્ત અને મગરૂબીવાળો માણસ, વડના વાંદરા ઉતારે એવો હોય તો પણ અસાધ્ય, ગંભી૨ ૨ોગ આવે ત્યારે અસહાય, દીન બની જાય છે. એના અવાજમાં એની દીનતા વરતાય છે. ક્યારેક તો પોતે જ ઇચ્છે તો પણ એનાં નયનોમાં આર્દ્રતા ઉભરાય છે.
કેટલાક એવા સમર્થ માણસો હોય છે કે જેઓ કહેતા હોય કે પોતાને મૃત્યુનો જરાય ડર નથી. પોતે એને માટે તૈયાર બેઠા છે. પરંતુ એવા માણસો જ્યારે કૅન્સરમાં અથવા એવા કોઈ ગંભીર રોગમાં સપડાયા હોય અને જાણી લીધું હોય કે હવે પોતે થોડા દિવસના જ મહેમાન છે, ત્યારે વાતવાતમાં તેઓ રડી પડતા હોય છે.
માણસ ખૂબ, ચોરી, વ્યભિચાર, ખોટા દસ્તાવેજ, દાણચોરી વગેરે કોઈક અપકૃત્ય કરે અને પકડાઈ જાય ત્યારે તે અત્યંત દીન બને છે. તેનો ચહેરો મ્લાન બની જાય છે. લોકોને ત્યારે તે મોંઢું બતાવી શકતો
૮૬ * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org