________________
પોતે કાદવ, કીચડ અને ગંદકી કરે છે. ગમે તેવી સારી વસ્તુને પાણી બગાડી નાખે છે. ગંદકી અને રોગચાળો પાણીથી સવિશેષ થાય છે.
સરખી સપાટીએ રહેવું એ પણ પાણીનો એક મોટામાં મોટો સગુણ છે. (Water seeks its own level) જળ સ્વક્ષેત્રે સમાન થઈને રહે છે. ત્યાં કોઈ ઊંચનીચપણું કે ભેદભાવ નથી. જળનો આ બોધ ગ્રહણ કરવા જેવો છે. એકસરખી સપાટીએ રહેવાના, સમાનતાની ભાવનાના એના આ સદ્ગુણને લીધે જ કેટકેટલી વૈજ્ઞાનિક બાબતોમાં તે સહાયભૂત બને છે. મોટા મોટા બંધોના બાંધકામમાં આ સપાટી મહત્ત્વનો ભાગ ભજવે છે. ઈજિપ્તના પિરામિડોમાં કેવી વિશાળકાળ શિલાઓ એકબીજા ઉપર ગોઠવવામાં આવી છે ! છેક તળિયે અને પાયામાં એક છેડાથી બીજા છેડામાં, સામસામી સપાટીમાં થોડોક ફરક પડે તો શિલાઓનું સમતોલપણું ન રહે. એની ઊંચીનીચી જમીનમાં ચાર હજાર વર્ષ પહેલાં વૈજ્ઞાનિક સાધનો વિના તેઓ તળિયાની સપાટી એકસરખી કેવી રીતે કરી શક્યા હશે ? વર્તમાન વૈજ્ઞાનિક સાધનો દ્વારા નિશ્ચિત થાય, અડધા ફૂટનો પણ ફરક ન પડે એવી સપાટી ત્યાં જોવા મળે છે. એમ કહેવાય છે કે બાંધકામ શરૂ કરતાં પહેલાં, તેઓ પિરામિડ માટેની જગ્યાની ચારે બાજુ ખાઈ ખોદી નાખી હતી અને એમાં પાણી ભરવામાં આવ્યું. જમીન ભલે ઊંચી નીચી હોય, પાણીની સપાટી તો ચારે બાજુ એકસરખી જ હોય. એ સપાટીના આધારે પાયાના પથ્થરો ગોઠવવાનું નક્કી થયું. એટલે વિશાળ પથ્થરોવાળી આખી આકૃતિ સમતોલ બની ગઈ. આમ, વૈજ્ઞાનિક પ્રગતિ માટે પણ પાણીનો માનવજાત ઉપર ઓછો ઉપકાર નથી. તબીબી વિજ્ઞાને પણ પાણીના તત્ત્વોનું પૃથક્કરણ કરીને ઘણાં તારણો કાઢ્યાં છે.
પાણીમાં માણસને, લાકડાને, વજનદાર જહાજોને તરતાં રાખવાનો સ્વભાવ છે અને ડૂબાડી દેવાનો પણ સ્વભાવ છે. પાણીમાં કચરો પોતાનામાં સમાવી લેવાનો ગુણ છે અને કચરો પોતાના ઉપર કે કિનારે મૂકી દેવાનો પણ ગુણ છે. પાણી જીવતા માણસને ડૂબાડે છે અને મડદાંને તરતું રાખે છે. પાણી સ્વભાવે શીતળ છે, પણ ગરમ થઈને ઉકળે છે ત્યારે માણસને દઝાડી પણ શકે છે. ઉકળતા પાણી વડે ચૂલો ઓલવી શકાય છે, આગ બૂઝવી શકાય છે. પાણીમાં પોતાનામાં અગ્નિને-ઉષ્ણતાને ધારણ કરવાની શક્તિ છે. પાણી ઉષ્ણતાની સપાટી વટાવી હાથમાં પણ ન પકડી શકાય એવી સૂક્ષ્મ વરાળ બની અદૃશ્ય થઈ શકે છે અને શીતળતાની સપાટી વટાવી હાથ-પગમાં ચાંદા પાડી શકે એવા સ્થળ હિમ કે બરફનું રૂપ ધારણ
જલ જીવન જગમાંહિ ૪૯ ૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org