________________
90
દુરારાધ્ય દેવામાતા
નર્મદા નદીનું બીજું નામ છે રેવા. નદીને લોકો માતા તરીકે પ્રાચીનકાળથી બિરદાવતા આવ્યા છે. કૂવો, વાવ, તળાવ, સરોવર, નદી, સાગર-એ બધાં જલક્ષેત્રોમાં નદીનું મહત્ત્વ સૌથી વિશેષ છે, કારણ કે સાગરમાં ખારાશ છે. અને કૂવો, વાવ, તળાવ વગેરે તો પોતાની આસપાસના થોડાક વિસ્તારના લોકોનું પોષણ કરે છે, જ્યારે પ્રાકૃતિક સૌંદર્યમાં અભિવૃદ્ધિ કરનાર નદી પોતાના ઊગમસ્થાનથી તે અનેક માઈલોની પ્રવાહગતિ પછી સાગરને મળે ત્યાં સુધી બંને કાંઠે આવેલાં ગામો તથા નગરોનું ખેતી, પીવાનું પાણી, હવામાન વગેરે વિવિધ દૃષ્ટિએ માતાની જેમ પોષણ કરે છે.
નદીના બંને રમ્ય કાંઠે અનેક પવિત્ર તીર્થો આવેલાં હોય છે. તીર્થ વડે નદી વધુ જીવંત બને છે. તીર્થ અનેક લોકોને સૌંદર્ય-સ્થાન તરફ ગતિ કરવાનું નિમિત્ત પૂરું પાડે છે. રૂઢિગત લોકમાન્યતા અનુસાર નદીના જળમાં સ્નાન કરવાથી પાપ ધોવાય છે અને પવિત્ર થવાય છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં હજારો વર્ષથી ભાવનાની આવી પરંપરા ચાલી આવી છે. મનુષ્યના અંત્યેષ્ઠિ સંસ્કાર નદીકિનારે થાય છે, અથવા અન્યત્ર થયા હોય તો તેનાં અસ્થિફૂલ નદીમાં અથવા બે નદીઓના સંગમમાં પધરાવવાનો રિવાજ પણ છે.
ભારતની જુદી જુદી નદીઓમાં નર્મદાનું સ્થાન વિશિષ્ટ છે. નર્મદા મોટી નદી છે, પરંતુ પાંચ હજાર ફૂટની ઊંચાઈએ આવેલા ઊગમસ્થાનથી
૮૦ * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org