________________
કરવી જોઈએ. પ્રાચીન સમયથી આવી કષ્ટભરી પરિક્રમા અનેક લોકો કરતાં આવ્યા છે.
દુરારાધ્ય રેવામાતાનો જો આવો મહિમા હોય તો એના ઉપર બંધ બાંધવાની વાત સહેલાઈથી કેમ પતી જાય ? સવાસો વર્ષ પહેલાં પણ રેવામાતાએ આવી જ કંઈક પરિસ્થિતિ ઊભી કરી હતી.
અંગ્રેજોના શાસનકાળ દરમિયાન જ્યારે બી. બી. એન્ડ સી. આઈ. રેલવે કંપની સ્થપાઈ ત્યારે તેણે મુંબઈથી શરૂ કરી અમદાવાદ અને દિલ્હી સુધીની રેલવે નાખવાનું ચાલુ કર્યું હતું. તે વખતે નર્મદા નદી ઉપર પૂલ બાંધવાનો પ્રશ્ન હતો. એ જમાનામાં નદી ઉપર પૂલ ન બાંધી શકાય અને ન બાંધવો જોઈએ એવી માન્યતા લોકોમાં પ્રવર્તતી હતી. પૂલ બાંધવાથી નદી માતા અભડાય અને કોપે ભરાય એવો વહેમ હતો. આથી નર્મદા ઉપર પૂલ બાંધવા સામે અંકલેશ્વર, ભરૂચ અને આસપાસનાં ગામોના લોકોએ ઘણો વિરોધ કર્યો હતો. એને લીધે નર્મદા ઉપરનું રેલવેના પૂલનું કામ વિલંબમાં પડી ગયું હતું. પરંતુ પૂલ જ્યારે બંધાઈ ગયો અને પ્રયોગ તરીકે પહેલું એન્જિન પુલ ઉપરથી પસાર થવાનું હતું ત્યારે તે સહીસલામત પસાર થાય એ માટે અનેક લોકોએ માનતા માની હતી. જ્યારે પહેલી ટ્રેન પૂલ ઉપરથી પસાર થઈ અને સામે કાંઠે સ્ટેશન પર પહોંચી ત્યારે હજારો લોકો તે જોવા એકત્ર થયા હતા. એન્જિનને ફૂલહારથી વધાવવામાં આવ્યું હતું. સ્ટેશન ઉપર લોકોએ શ્રીફળ વધેર્યા હતાં, અબીલ ગુલાલ ઉડાડ્યાં હતાં. એક ઉત્સવ જેવી ઘટના બની હતી. રેવાબાતા કોપે નથી ભરાયાં પણ પ્રસન્ન થયાં છે એ ઘટના ત્યારે ઘણી ચમત્કારભરેલી મનાઈ હતી.
વરસાદ પછી નદીઓની વેડફાઈ જતી જલસંપત્તિને મોટા બંધ દ્વારા સંગ્રહી લેવાય તો દુકાળ-પૂર વગેરેનાં અનિષ્ટોને ટાળવા ઉપરાંત ખેતી, વીજળી, પીવાનું પાણી, હવામાન વગેરેની દૃષ્ટિએ તેને ઉપયોગમાં લઈ શકાય. વિજ્ઞાન અને ટેક્નોલોજિ દ્વારા યુરોપ-અમેરિકાએ આ બાબતમાં વર્ષો પહેલાં ઘણી પ્રગતિ લીધી છે. હુવર ડેમ દ્વારા અમેરિકાએ રણપ્રદેશને હરિયાળો બનાવી દીધો છે.
કોઈ પણ મોટી યોજના થાય એટલે કેટલીક સમસ્યાઓ ઊભી થવાની. નદી ઉપર બંધ એટલે હેઠવાસનાં કેટલાંક ગામોને મળતું નદીનું પાણી બંધ થઈ જાય ને ઉપરવાસનાં કેટલાંક ગામો ડૂબી જાય. એટલે ત્યાંના લોકોને સ્થળાંતર કરવાની જરૂર પડે. વિકાસ યોજનામાં સરકાર આવા દરેક પ્રશ્નનું નિરાકરણ કરે છે, તેમ છતાં કેટલાક અસંતોષ રહી જાય છે. આવા પ્રશ્નોમાં રૂઢિગ્રસ્ત વિચારકો એક દષ્ટિએ વિચારે અને પ્રગતિશીલ
૮૨ - સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org