________________
રામકથાનો જાવાનો બારમી સદીનો ગ્રંથ તે “કાકાવિન રામાયણ' છે. એના ઉપર સંસ્કૃત “ભટ્ટકાવ્યનો ઘણો મોટો પ્રભાવ પડેલો છે. એમાં શબરીના પૂર્વભવનું વૃત્તાન્ત, જટાયુ દ્વારા સીતાની વીંટી આપવી, માછલીઓ દ્વારા સેતુબંજનનો પ્રયાસ, ઈન્દ્રજિત સાથે એની સાત પત્નીઓનું પણ યુદ્ધમાં લડવા જવું વગેરે ઘટનાઓ એની વિશેષતા છે.
જાવામાં અર્વાચીન યુગમાં પણ રામકથાની લોકપ્રિયતા રહેલી છે. હિકાયત સેરિરામ', “સેરતકાંડ', ‘હિકાયત મહારાજ રાવણ' વગેરે રામકથા વિશેના જાણીતા ગ્રંથો છે. એમાં “સરિરામ' વધુ લોકપ્રિય છે. અર્વાચીન કાળની આ કૃતિઓ ઉપર મુસલમાન સંસ્કૃતિની અસર પડેલી છે. એમાં રાવણને દુરાચાર માટે એના પિતા દેશનિકાલની સજા કરે છે. એટલે રાવણ સિંહલદ્વીપ પહોંચી, તપશ્ચર્યા કરી અલ્લાહ પાસેથી દેવલોક, નાગલોક, પાતાળલોક અને પૃથ્વીલોક એમ ચાર લોક પર રાજ્યાધિકાર મેળવે છે. અને ચારે લોકની એક એક કન્યા સાથે લગ્ન કરે છે. એ દરેકથી એને એક પુત્ર થાય છે. “સેરિરામ' પ્રમાણે દશરથને બે જ રાણીઓ છે અને પુત્રો ચાર છે. તથા એક પુત્રી શાન્તા છે. આ ઉપરાંત પણ એમાં ઘણી બધી ઘટનાઓ જુદી છે અને કેટલાંક નામો પણ જુદાં છે.
‘સરિરામ' ઉપરથી પાતાની રામકથા', “સેરતકાંડ' વગેરે રચનાઓ થયેલી છે. કંબોડિયામાં રામકથા
કંબોડિયાની જૂની રાજધાની તે અંકોરવાટ. ત્યાં ૧૧મીથી ૧૨મી સદીમાં એક વિશાળ મંદિર બાંધવામાં આવ્યું હતું. એની દીવાલો ઉપર રામાયણ, મહાભારત અને હરિવંશની કથાઓ ચિત્રાંતિ કરવામાં આવી હતી. કંબોડિયાની ખેર ભાષામાં “રેઆમ-કેર” (અર્થાતુ રામની યશગાથા) નામનું રામાયણ લખાયું છે. તેની ખંડિત હસ્તપ્રત મળે છે એટલે કેટલોક ભાગ એમાં નથી. એની કથાની શરૂઆત વિશ્વામિત્રના યજ્ઞથી થાય છે. વિશ્વામિત્રના આ યજ્ઞમાં એક અસુર કાગડા રૂપે ત્રાસ આપે છે એટલે એને મારવા વિશ્વામિત્ર રામલક્ષ્મણને બાણ આપે છે. રેઆમ-કેરમાં સીતા જનકરાજાની દત્તકપુત્રી છે. રામે સીતાના કરેલા ત્યાગ પછી તે વાલ્મીકિના આશ્રમમાં રહે છે અને પ્રતિજ્ઞા લે છે કે રામના મૃત્યુ પછી અંત્યેષ્ટિક્રિયા વખતે જ તે અયોધ્યા પાછી ફરશે. પરંતુ ખોટી ચિતા તૈયાર કરાવી રામ, હનુમાન દ્વારા સીતાને સંદેશો મોકલાવે છે. એથી સીતા અયોધ્યા આવે છે અને ચિંતા નજીક જતાં જતાં વિલાપ કરતી મૂછિત થઈ જાય છે.
૭૮ * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org