________________
રામ પહેલો, રામ બીજો એમ રામના નામધારી હતા. સિયામમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર થયા પછી બંધાયેલાં કેટલાંક બૌદ્ધ મંદિરોમાં પણ બહારના ભાગમાં દીવાલોમાં રામકથા ચિત્રાંક્તિ કરવામાં આવી છે.
સિયામમાં મુખ્યત્વે બે રામકથા પ્રચલિત છે. (૧) રામ-કિયેન અને (૨) રામજાતક.
રામકિયેન વાલ્મીકિ રામાયણને અનુસરે છે. એમ છતાં એના ઉપર કંબોડિયાના “રામ-કેઅર'ની તથા જાવાના “સેરિ-રામની કેટલીક અસર જોવા મળે છે. “રામ-કિયેનમાં કેટલાક પ્રસંગો ભિન્ન છે અને કેટલાક નવા છે. જેમ કે વિભીષણની પુત્રી બેંજ કાયા, રામને ભ્રમમાં નાખવા માટે સીતાનું રૂપ ધારણ કરી નદીમાં મૃતદેહ તરીકે તરે છે; સેતુબંધનું કામ ચાલુ થાય છે તે વખતે રાવણ રામ પાસે જઈ યુદ્ધ ન કરવા વિનંતી કરે છે; રાવણ બ્રહ્મા પાસે જઈ રામની વિરુદ્ધ ફરિયાદ કરે છે ત્યારે બ્રહ્મા રામ-સીતાને બોલાવી સાચી વાત જાણે છે અને તે પછી બ્રહ્મા રાવણને આજ્ઞા કરે છે કે એણે રામને સીતા પાછી સોંપી દેવી. પરંતુ રાવણ સીતા રામને સોંપતો નથી એટલે પોતાની આજ્ઞાનો ભંગ થતાં બ્રહ્મા રાવણને શાપ આપે છે.
રામકિયેન'નું ભારતીય દૃષ્ટિએ એક નબળું પાસું એ છે કે એમાં હનુમાનજીને સ્ત્રીલંપટ તરીકે ચીતરવામાં આવ્યા છે. વળી હનુમાનજી ગુપ્ત રીતે રાવણ પાસે જઈ એના પક્ષે રહી રામની સાથે યુદ્ધ કરવાની દરખાસ્ત મૂકે છે અને એના બદલામાં સંપત્તિ અને સ્ત્રીઓની માગણી કરે છે. યુદ્ધમાં રાવણના મૃત્યુ પછી તે મંદોદરી સાથે પણ સંબંધ બાંધે છે અને બીજી સ્ત્રીઓ સાથે પણ પ્રણયક્રીડા કરે છે. આમ “રામકિયેન'માં હનુમાનજીના પાત્રને ઘણું હલકું ચીતરવામાં આવ્યું છે.
- “રામજાતક’ - સિયામમાં સોળમા સૈકામાં “રામજાતક' નામનો રામકથા વિશે સમર્થ ગ્રંથ લખાયો છે. એમાં રામ અને રાવણ તે કાકા-કાકાના દીકરા છે. લક્ષ્મણ અને શાન્તા એક જ માતાનાં સંતાનો છે. આમાં રામને બહુ પત્નીવાળા બતાવ્યા છે. વનવાસ દરમિયાન સીતાની શોધ કરવા નીકળે છે ત્યારે રામ સુગ્રીવની બહેન સાથે તથા વાલીની વિધવા સાથે લગ્ન કરે છે. વળી સીતા સાથે રામનાં લગ્ન થયાં તે પહેલાંની પત્નીથી રામને ચાર પુત્રો હતા. એ પુત્રો પણ રાવણ સામેના યુદ્ધમાં રામ સાથે જોડાય છે. “રામજાતક' નામ સૂચવે છે તેમ બૌદ્ધ જાતકકથા અનુસાર આ ગ્રંથ
૭૬ ૬ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org