________________
લક્ષ્મણમાંથી કોને રાજ્ય સોંપવું એની સમસ્યા દશરથ આગળ ઉપસ્થિત થાય છે, કારણ કે લક્ષ્મણ જ્યેષ્ઠા રાણીનો પુત્ર છે. આ ઝઘડાને કારણે રામ સ્વેચ્છાએ ગાદીનો અસ્વીકાર કરી વનવાસ સ્વીકારે છે. વનવાસમાં જતાં પહેલાં સીતાના પાલક પિતાના અનુરોધથી રામ સીતા સાથે લગ્ન કરે છે. પરંતુ તેઓ જ્યાં રાજધાની અયોધ્યાને છોડીને નગર બહાર અશોકવાટિકામાં આવે છે ત્યાં જ રાવણ સીતાનું હરણ કરી જાય છે.
તિબેટની રામાયણ પ્રમાણે વાલી અને સુગ્રીવ વચ્ચે થયેલા દ્વંદ્વ યુદ્ધ વખતે, બંને ભાઈઓ એકસરખા દેખાતા હોવાથી સુગ્રીવને ઓળખવા માટે એના પૂંછડે દર્પણ બાંધવામાં આવે છે.
તિબેટના રામાયણ પ્રમાણે લવ અને કુશનો જન્મ થયા પછી રામ સીતાનો ત્યાગ કરે છે.
તુર્કસ્તાનમાં રામાયણ
પ્રાચીન કાળમાં હિંદુ, જૈન અને બૌદ્ધ એ ત્રણે પરંપરાના ધર્મપ્રવાહો, ઈસ્લામ ધર્મ હજુ ઉદયમાં આવ્યો નહોતો ત્યારે, જમીનમાર્ગે આગળ વધતાં વધતાં ઠેઠ અફઘાનિસ્તાન, તુર્કસ્તાન સુધી પહોંચ્યા હતા. અફઘાનિસ્તાનમાં વિશાળ બૌદ્ધ ગુફા છે એ એની એક મોટી સાબિતી છે. જૈન પુરાણોમાં પણ એ પ્રદેશમાં મુનિઓ વિચરતા હોવાનો ઉલ્લેખ મળે છે. રામકથા એ રીતે તુર્કસ્તાન સુધી પહોંચલી છે. તુર્કસ્તાનનું રામાયણ ‘ખોતેની રામાયણ' તરીકે જાણીતું છે. એની કથા ઉપર તિબેટના રામાયણનો તથા ભારતના બૌદ્ધ ધર્મનો વિશેષ પ્રભાવ પડેલો છે.
ખોતેની રામાયણમાં પણ દશ૨થ રાજાને બે જ પુત્રો રામ અને લક્ષ્મણ બતાવાયા છે. સીતા તે રાવણની દીકરી છે. રામ અને લક્ષ્મણ વનવાસ માટે નીકળે છે તે સમય દરમિયાન બંનેના સીતા સાથે વિવાહ થાય છે, એ આ રામાયણની એક વિચિત્રતા છે.
આ રામાયણમાં રામકથાનો આરંભ કંઈક જુદી જ રીતે થાય છે. ધર્મપ્રચારાર્થે નીકળેલા શાક્યમુનિ ભગવાન બુદ્ધ પોતાના વ્યાખ્યાનમાં રામની કથા કહે છે. આ રીતે રામકથાની શરૂઆત થાય છે. આ રામાયણમાં કેટલીક ઘટના વાલ્મીકિ રામાયણ પ્રમાણે છે અને કેટલીક ઘટનામાં રામ અને પરશુરામની કથાની સેળભેળ થયેલી જણાય છે.
સિયામમાં રામકથા
સિયામમાં રામકથાનો ઘણો મોટો પ્રભાવ પ્રાચીનકાળથી પડેલો છે. સિયામમાં જૂના વખતમાં અયોધ્યા નામની નગરી હતી અને એના રાજાઓ રામકથાની સર્વસ્વીકૃત વ્યાપકતા * ૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org