________________
લખાયો છે. એટલે એમાં રામ તે બુદ્ધ, લક્ષ્મણ તે આનંદ, દશરથ તે શુદ્ધોદન, સીતા તે ભિક્ષુણી ઉપ્પલવણા, રાવણ તે દેવદત્ત તરીકે બતાવાયાં છે. એ રીતે હિંદુ રામકથાને બૌદ્ધ રામકથા તરીકે વર્ણવાઈ છે. સિંહાલી રામાયણ
- રાવણની ભૂમિ શ્રીલંકામાં રામકથા ન હોય એમ બને જ નહિ. સિંહલદ્વીપ શ્રીલંકામાં ‘સિંહલી રામાયણ’ પ્રચલિત હતું. એમાં રાવણ વિશે પ્રમાણમાં અલ્પ ઉલ્લેખ આવે છે. એમાં લંકાદહન હનુમાન દ્વારા નહિ પણ વાલી દ્વારા બતાવાયું છે અને વાલી સીતાને રામ પાસે લઈ આવે
છે.
બ્રહ્મદેશમાં રામકથા
બ્રપ્રદેશમાં રામાયણની કથા સીધી ભારતમાંથી જવાને બદલે સિયામ દ્વારા પહોંચી છે, કારણ કે ડુંગરો અને ગાઢ જંગલોમાંથી બ્રહ્મદેશ સીધા પહોંચવાનો માર્ગ ત્યારે નહોતો. દરિયાઈ માર્ગે શ્રીલંકા અને વિશેષત: મલાયા દ્વારા સિયામ પહોંચવાનું જેટલું સહેલું હતું તેટલું જમીનમાર્ગે બ્રહ્મદેશ પહોંચવાનું સરળ નહોતું. અઢારમાં સૈકામાં બ્રહ્મદેશના રાજા સિયામના રાજ્ય ઉપર ચડાઈ કરીને જે કેટલાક યુદ્ધકેદીઓ બ્રહ્મદેશમાં લઈ આવેલો તે યુદ્ધકેદીઓએ રામાયણની કથા ઉપરથી નાટકના પ્રયોગો કર્યા હતા. એ રીતે બ્રહ્મદેશમાં રામકથા પ્રચલિત બની હતી. બ્રહ્મદેશના પૂતો' નામના કવિએ એ વખતે “રામયાગન' નામના સરસ કાવ્યની રચના કરી હતી ત્યારથી રામકથા ત્યાં વધુ પ્રચલિત બની હતી. રામકથા પરથી તૈયાર થયેલાં નાટકો કે જે ત્યાં “યામ-દ્વે’ નામથી ઓળખાય છે તે ઘણાં લોકપ્રિય છે. અભિનેતાઓ રામ, રાવણ, વગેરે રામાયણનાં પાત્રોનાં મહોરાં નાટક કરતી વખતે પહેરતાં. પરંતુ તે મહોરાં પહેરતાં પહેલાં એની પૂજાવિધિ કરતા. બ્રહ્મદેશની રામકથા ઉપર સિયામની રામકથા
રામ-કેર'નો ઘણો બધો પ્રભાવ હોવાથી તે એને જ અનુસરે છે. જાવામાં રામકથા
પૅસિફિક મહાસાગરમાં ભારતની નજીક આવેલા ટાપુઓમાં શ્રીલંકા, મલાયા, સુમાત્રા અને જાવા મુખ્ય છે. ત્યાં પ્રાચીન સમયથી ભારતીય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર થયેલો હતો. જાવા અને અન્ય સ્થળે હિંદુ મંદિરો આવેલાં છે અને એમાં દીવાલો પર રામાયણની કથાનાં ચિત્રો દોરવામાં આવ્યાં હતાં, જેમાંનાં ઘણાં આજે પણ સુરક્ષિત છે. જાવાની રામકથા ઉપર વાલ્મીકિ રામાયણનો પ્રભાવ મુખ્ય છે. પ્રાચીન
રામકથાની સર્વસ્વીકૃત વ્યાપકતા * ૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org