________________
પીતા ગયા, પીતા ગયા. એમ કરતાં એટલું બધું પાણી પી ગયા કે છેવટે આખો સમુદ્ર શોષાઈ ગયો, સૂકાઈ ગયો. પછી લઘુશંકા પણ એટલી જ કરી.
શીતલતા, સ્વચ્છતા, શુચિતા, પારદર્શકતા, રંગવિહીનતા, પવિત્રતા, ઇત્યાદિ કેટકેટલા ગુણો જલમાં છે. જલ પૃથ્વી પરનું અમૃત છે. નવજીવન આપવાની એનામાં શક્તિ છે ! એની અતિ સ૨ળતા અને અતિ સુલભતાનો ગેરલાભ ઉઠાવવાનું આપણે ક્યારે છોડીશું ? આપણને શુદ્ધ અને પવિત્ર રાખનાર જલને શુદ્ધ અને પવિત્ર રાખવાનું આપણે ક્યારે શીખીશું ? જલદેલતા વરુણની સાચી સ્તુતિ-આરાધના કરતાં આપણને ક્યારે આવડશે ?
(સાંપ્રત સહચિંતન-૧૨)
Jain Education International
જલ જીવન જગમાંહિ * ૭૧
For Private & Personal Use Only
www.jainelibrary.org