________________
રામકથાની સર્વસ્વીકૃત વ્યાપકતા
કેટલાક સમય પહેલાં મુંબઈમાં “The Legend of Rama' નામની રામકથાનો એક નવતર નાટ્યપ્રયોગ થયો. જૂના વખતમાં ભવાઈના કેટલાક પ્રયોગોમાં, ગામ બહાર રચવામાં આવેલાં દૃશ્યોમાં સમગ્ર પ્રેક્ષકવર્ગ ભવાઈના વેશનું એક દૃશ્ય જોઈ, ઊભા થઈ બીજું દશ્ય જ્યાં ભજવાતું હોય ત્યાં જોવા જતો. એમાં દશ્યો ત્યાં ને ત્યાં જ રહેતાં, પ્રેક્ષકવર્ગ ફરતો રહેતો. એમાં આકાશ, વૃક્ષો, તળાવ, ડુંગર વગેરેની કુદરતી ભૂમિકા મળતી. પડદા વગેરે કૃત્રિમ દૃશ્યોની જરૂર રહેતી નહિ. આધુનિક થિયેટરમાં ભજવાતાં નાટકોમાં રંગમંચ પર સજાવેલાં દૃશ્યો બદલાય છે, પરંતુ પ્રેક્ષકવર્ગ એના એ જ સ્થળે હોય છે. દશ્યો બદલવા માટે પણ વિવિધ આધુનિક તરકીબો યોજાય છે. “The Legend of Rama'માં વિશાળ કુદરતી જગ્યામાં બંને બાજુ દૃશ્યો ખુલ્લામાં સજાવીને રાખેલાં છે. પાછળ કુદરતી આકાશ છે. પ્રેક્ષકગૃહ રેલવેના પાટા જેવા પાટા ઉપર ખુલ્લું બાંધેલું છે. તે આઘુંપાછું કે ગોળ ફરતું ફરતું ભજવાનારા દૃશ્યની સામે આવીને ઊભું રહે છે. આમાં રંગમંચ નહિ પણ પ્રેક્ષકગણ ફરતું રહે છે. આધુનિક વૈજ્ઞાનિક સાધનો સાથે સમગ્ર નાટક પ્રેક્ષકગણ ફરતું રહે છે. આધુનિક વૈજ્ઞાનિક સાધનો સાથે સમગ્ર નાટક પ્રેક્ષકને આંજી દે એવી સરસ રીતે ભજવાય છે. રામાયણનો આ એક અપૂર્વ નાટ્યપ્રયોગ છે. નાટક અંગ્રેજીમાં ભજવાય છે એટલે અંગ્રેજી જાણનાર પ્રેક્ષકો એને ઘણી સારી રીતે માણી શકે છે. આ નાટ્યપ્રયોગ હિંદી કે અન્ય ભાષામાં ન થાય એવું નથી. ખરેખર, જોવા જેવો આ એક નાટ્યપ્રયોગ છે.
૭૨ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org