________________
દુકાળમાં લાખો માણસો મૃત્યુ પામ્યા હતા, જેના આંકડા બ્રિટિશ સરકારે બહુ જાહેર થવા દીધા નહોતા. વર્તમાન સમયમાં દુનિયાભરનાં પ્રચાર માધ્યમો દ્વારા, પત્રકારોની જાત-તપાસ દ્વારા વાસ્તવિક પરિસ્થિતિની જાહેરાત, દશ્યો સાથે, આખી દુનિયામાં થઈ જાય છે. એટલે સરકારો હવે કશું છુપાવી શકતી નથી.
આફ્રિકા અને એશિયા જેવા ગરમ પ્રદેશોમાં જેવી દુકાળની પરિસ્થિતિ ઉદ્દભવે છે તેવી યુરોપ-અમેરિકામાં નથી થતી, કારણ કે ત્યાં પાંખી વસતિ અને બારેમાસ છૂટોછવાયો વરસાદ હોય છે. નદી બારેમાસ જલસભર રહે છે. ધરતી ત્યાં બહુ સૂકાતી નથી. એશિયા કરતાં આફ્રિકા ખંડના દેશોમાં ધરતી વધુ તપ્ત રહે છે. એથી અનાજનું ઉત્પાદન પ્રમાણમાં ત્યાં ઓછું થાય છે. ઇથિયોપિયા, સુદાન વગેરે દેશોમાં વારંવાર દુકાળ પડે છે. એશિયાના દેશોમાં, વિશેષત: ભારતમાં એકંદરે ધરતી ફળદ્રુપ છે. ઋતુ નિયમિત હોવાથી વરસાદ પણ નિશ્ચિત મહિનાઓમાં ઓછોવત્તો પડે જ છે. ગીચ વસતિ અને ખેતીપ્રધાન દેશ હોવાથી, ભારતમાં દર વર્ષે ચોમાસાના વરસાદ ઉપર લોકજીવનનો અને અર્થતંત્રનો ઘણો બધો આધાર રહે છે. એમાં ઉપરાઉપરી દુષ્કાળનાં વર્ષો આવે ત્યારે તો પ્રજાની નૈતિક હિંમત તૂટી જાય છે. ભગવાન મહાવીરના નિર્વાણ પછી બિહાર (મગધ)માં ઉપરાઉપરી બાર વર્ષ સુધી દુકાળ પડતાં અનેક માણસો અને પશુપંખીઓ મૃત્યુ પામ્યાં હતાં અને કેટલાયે લોકો અને સાધુ-સાધ્વીઓ સ્થળાંતર કરી ગયાં હતાં.
જ્યારે પણ દુકાળ પડે છે ત્યારે ગરીબોને એ જેટલો નડે છે તેટલો શ્રીમંતોને નડતો નથી. દુકાળની શરૂઆત થાય એટલે અનાજ, પાણી, ઘાસચારો ઇત્યાદિની અછત શરૂ થાય. સંગ્રહખોરી થવા લાગે. ભાવો વધે. પોતાપોતાની ખરીદશક્તિ હોય ત્યાં સુધી માણસ તે મેળવવાનો પ્રયાસ કરે. અનુક્રમે મૃત્યુના ઓછાયા ગરીબો પર ઊતરવા લાગે. શ્રીમંતો લક્ષ્મીના બળે છેવટ સુધી ઝઝૂમી શકે. લોકશાહી, સામાજિક જાગૃતિ, સરકારની સાવચેતી, લોકકલ્યાણનાં કાર્યો કરતી સેવાભાવી સંસ્થાઓની રાહતકાર્યો માટેની નિષ્ઠા અને તત્પરતા, પ્રચાર માધ્યમોની સહાય, સખાવતી ધનિકોની ઉદારતા, રાહતનિધિ માટે ભંડોળ એકત્ર કરવા માટે લોકોની પ્રવૃત્તિઓ, આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે સરકાર અને સંસ્થા તરફથી મળતી મદદ-આમ મૃત્યુના સંકટમાંથી માણસો અને પશુઓને બચાવી લેવાનું કાર્ય વરિત ગતિએ ટ્રકો, ટ્રેનો, જહાજ, વિમાનો ઇત્યાદિ દ્વારા પૂરજોશમાં થતું હોવાને લીધે દુકાળની
જલ જીવન જગમાંહિ ક ઉ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org