________________
જલ જીવન જગમાંહિ
કવિ પદ્મનાભે “કાન્હડદેપ્રબંધમાં લખ્યું છે : જલ વિણ કો જીવઈ નહિ, જલ જીવન જગમાંહિ.
પાણી વિના કોઈ જીવી શકતું નથી. એટલે પાણી એ જીવન છે. સંસ્કૃત ભાષામાં “જીવન' શબ્દનો એક અર્થ થાય છે : “પાણી'. એટલે
જીવન” શબ્દ “જલ'ના પર્યાયરૂપ છે. જ્યાં જીવન છે ત્યાં જલ છે. જ્યાં જલ છે ત્યાં જીવન છે. જલમાં જીવસૃષ્ટિના અસ્તિત્વને ટકાવવાનું લક્ષણ છે. પાણી માટે નીર, વારિ, અંબુ, સલિલ, જળ ઈત્યાદિ શબ્દોનો પ્રત્યેકનો વિશિષ્ટ અર્થ પણ થાય છે.
ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજસ્થાનમાં થોડે થોડે વર્ષે અલ્પવૃષ્ટિને કારણે દુકાળ જેવી સ્થિતિ સર્જાય છે. સરકાર અને સામાજિક સંસ્થાઓ વેળાસર પાણી, અનાજ ને ઘાસચારાનો પ્રબંધ ન કરે તો ભયંકર દુકાળના માઠાં પરિણામો જોવાનો વખત આવે છે. જૂના વખતમાં પણ છપ્પનની સાલમાં દુકાળ પડ્યો હતો. એટલે “છપ્પનિય’ શબ્દ જ દુકાળ માટે પ્રચલિત રહ્યો છે. ટ્રેનો, ટ્રકો, ટેંકરો વગેરે દ્વારા ખોરાકપાણીની હેરફેર ઝડપથી થઈ શકતી હોવાથી દુકાળની પરિસ્થિતિને હળવી બનાવી શકાય છે. જૂના વખતમાં આવાં સાધનો નહોતાં એટલે દુકાળમાં હજારો માણસો અને ઢોરો અનાજ-પાણી વિના ટળવળીને મૃત્યુ પામતાં હતાં. ભારતની સ્વતંત્રતા પૂર્વે, બ્રિટિશ શાસનકાળ દરમિયાન બિહાર- બંગાળના
૯૦ % સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org