________________
સમયસાર : આત્મખ્યાતિ
નિર્ભર-ગાઢ મોહરજને ગાળી નાંખતો “અવબોધ-સુધાપ્લવ’ - જ્ઞાન-અમૃતચંદ્ર જેને ઉદય પામ્યો છે એવો દષ્ટ શાનીજન તો પુણ્ય-પાપના આ બાહ્ય વેષાડંબરથી ભ્રાંતિ નહિ પામતાં, તેના અંતર્ગત તત્ત્વસ્વરૂપ પ્રત્યે દૃષ્ટિ ઠેરવી, તે બન્નેને ઐક્ય પમાડતો, એક અભેદ પુદ્ગલ રૂપ કર્મ જાણે છે - “દ્વિતયતાં તમૈવીમુપનયન, નાટકમાં જેમ વિચક્ષણ પ્રેક્ષક દે વેષપલટો કરી આવેલા નટને તાબડતોબ ઓળખી કાઢે છે, તેમ અત્રે આ સમયસાર અધ્યાત્મ નાટકમાં પણ આત્મદે જ્ઞાની પુરુષ તે બે રૂપે વેષ પલટો કરી આવેલા કર્મ-નટને શીધ્ર ઓળખી કાઢે છે અને બોલી ઉઠે છે કે - અલ્યા ! તું તો એકનો એક છો ! અમે તને પગથી માથા સુધી સારી પેઠે ઓળખીએ છીએ, તું અમને ભૂલાવામાં નાંખવા માટે શુભ-અશુભ પુય-પાપરૂપે ગમે તેટલા વેષપલટા કરે, પણ અમે તેથી લેશ પણ મોહ-ભાંતિ પામીએ એમ નથી, કારણકે જ્ઞાન સુધારસથી આત્માને પ્લાવિત કરનાર-તરબોળ કરનાર “અવબોધ સુધાપ્લવ' - જાન અમૃતચંત અમને ઉદય પામ્યો છે. અને એવા અવબોધ સુધાપ્લવ - જ્ઞાન “અમૃતચંદ્ર' આત્મામાં પ્લાવિત થનારા - સુધારસ તરબોળ *
બની નિમજ્જન કરનારા આ સાક્ષાત્ “અવબોધ સુધાપ્લવ' અમૃતચંદ્ર મોહરજ ગાળતા “અવબોધ મહાકવિ અદભુત આત્મનિશ્ચયથી પ્રકાશે છે કે - આ અમે જે સમયસારનું સુધાહતનો શાન - પરમ મહિમા ઉત્કીર્તન કરતું આ “આત્મખ્યાતિ' વ્યાખ્યાન કરી રહ્યા છીએ, અમૃતચંદ્રનો સમુદય તે આ અવબોધ સુધાપ્લવ' - જ્ઞાન - અમૃતચંદ્ર (આત્મા) - નિર્ભર
મોહરજને ગાળી નાંખ્યો છે જેણે એવો - સ્વયે ઉદય પામે છે, રત્નતિનિર્મોહરના સયં યમુદ્દેત્યવવસુધાત્તવઃ | અર્થાત્ “અવ' એટલે વસ્તુ સ્વરૂપની - સમયની મર્યાદા પ્રમાણે વસ્તુનો - સમયનો “બોધ' કરનારો આ અવબોધ રૂપ – જ્ઞાન રૂપ સુધા વર્ષાવનારો “સુધાપ્લવ” - અમૃતચંદ્ર સ્વર્ય ઉદય પામે છે - કે જે નિર્ભર - ગાઢપણે ભરેલી મોહધૂલિને ગાળી નાંખે છે, મોહ-૨જને નિર્જરી નાંખે છે.
અને જો આવી શાનામૃત - સુધારસ વર્ષાવ્યો છે એવા સાક્ષાત્ “અવબોધ સુધાપ્લવ' અમૃતચંતજી મહાકવિ આ અધિકારનું રહસ્ય માર્મિકપણે દાખવતો અન્યોક્તિરૂપ કળશ પ્રકાશે છે -
બોધ સુધા-ચંદ્ર
પુદ્ગલ
પુર્ણય
પાપ