Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
તેમાં રહેલા ભાવોને ગ્રહણ કરીને, ઉપાધ્યાય શ્રી મેરુવિજય અને પંડિત શ્રી યશોભદ્રવિજય માટે આ પ્રાકૃત ભાષામાં રચ્યું છે. ૧૨
जयउ सिरिनेमिसरी, उद्धारगरो कयंबतित्थस्स । तवगच्छभूसणं मे, पहावगो सासणे पगुरू ॥१३॥
કદંબગિરિતીર્થને ઉદ્ધાર કરાવનારા, તપગચ્છના આભૂષણરૂપ, શાસનપ્રભાવક શ્રી વિજયનેમિસૂરિ કે જેઓ મારા પ્રગુરુ છે તે જયવંતા વર્તો. ૧૩
वच्छल्लवारिही मे, विण्णाणगुरू जएउ सरिवरो । जास सुहादिट्ठीए, मन्दो वि समत्थओ जाओ ॥१४॥
વાત્સલ્યવારિધેિ મારા ગુરુ શ્રી વિજયવિજ્ઞાનસૂરિવર જયવંતા વર્તો, જેમની શુભદષ્ટિથી મન્દ એ પણ હું સમર્થ થ છું. ૧૪
कत्थूरायरिएणं विरइयमेयं महापुरिसचरियं । जाव चरमजिणतित्थं, ताव जयउ भवियबोहगरं ॥१५॥
આચાર્ય શ્રી કસ્તૂરસૂરિએ આ મહાપુરુષચરિત્ર રચ્યું છે, તે જ્યાં સુધી ચરમજિન શ્રી વીરભગવંતનું તીર્થ રહે ત્યાં સુધી ભવ્યજનેને બંધ કરનાર આ ચરિત્ર જયવંતુ વર્તે. ૧૫ .