________________
હર્ષ-પ્રભા
માતાને હરખ
( ૧ ) આજે ફાગણ સુદ પંચમીને દિવસ હતે. ધર્મપ્રેમી અચલાજીના ઘરમાં આનંદ આનંદ થઈ રહ્યો હતે. માતા ભૂરીબાઈએ એક પુત્રને જન્મ આપે હતા. સગાંસંબંધી ને પાડોશી પણ આ સમાચાર સાંભળી હર્ષિત થયા હતા.
બાળકનું રૂપાળું-ગારૂં સુંદર મુખ, વિશાળ લલાટ, તેજસ્વી આંખે, અણઆળું નાક તથા હસુહસુ થતા ગુલાબી ચહેરે જે જોઈને માતા આનંદિત થતી હતી. માતાના હરખનો પાર નહોતો. દલા ને ભૂતાજી બે મોટા પુત્ર હતા પણ ના બાળ માતાને ખૂબ પ્યારે હતે.
માતાને લાડલો ચંદ્રની કળાની જેમ રાત-દિવસ વધવા લાગે, ભાઈઓ ને બહેને, કુટુંબીજને ને પાડોશીઓ, નાનાને ખૂબ ખૂબ રમાડવા લાગ્યા. | નાનાનું નામ હુકમા રાખ્યું. મારે લાલ તેજસ્વી થશે, કોઈ માટે હાકેમ થશે કે હુકમ કરનાર-આજ્ઞા કરનારો થશે તેમ માતા સ્વપ્ન સેવવા લાગી.
પિતા અચલાજી તે હુકમા)ને ગૌર વર્ણ અને ચપળ