________________
: ૧૮ :
જીવનકથા
શ્રી પાર્શ્વનાથ પ્રભુને વંદન કરીને જૈન ધર્મની ઉન્નતિ કરવા લાગ્યા.
એક વખતે શરીરમાંના બાળપણના માહાત્મને જાણે વિસ્તારતા હેય તેમ વિશ્વવત્સલ બાળસૂરિ એકાંતમાં બાળકો સાથે રમવા લાગ્યા; તેવામાં તેમને વંદન કરવાની ભારે ઉત્કંઠા ધરાવનાર કેટલાક આવકો દેશાંતરથી ત્યાં આવ્યા અને શિષ્ય સમાન ભાસતા તે બાળગુરુને જ પૂછયું કે “ યુગ પ્રધાન શ્રી પાદલિપ્તસૂરિને ઉપાશ્રય કયાં છે ?”
ત્યારે તાત્કાલિક બુદ્ધિયુક્ત એવા પાદલિપ્ત ગુરુએ તેમને દૂરથી આવેલા જોઈને ઉપાય બતાવ્યો અને પોતે વસ્ત્ર વિસ્તારોને, પિતાને આકાર ગેપવીને એક ઉજત આસન પર બેસી ગયા. એવામાં શ્રાવકો આવ્યા અને તેમણે અતિભક્તિથી ગુરુવંધ કર્યું. ત્યારે દક્ષપણાથી તેમણે બાલસરિને ઓળખીને વિચાર કર્યો કે
આ તે આપણે જેને રમત કરતા જોયા, તે જ છે.” શ્રી પાદલિપ્ત ગુરુએ તેમને વિધાવૃધ્ધ, મુતવૃધ્ધ અને વયોવૃધ્ધના જેવી ધર્મદેશના આપી અને છેવટે જણાવ્યું કે “ચિરકાલથી સાથે વસતા જનેએ બાળકોને બાલક્રીડા માટે અવકાશ આપ જોઈએ.” એટલે બધા શ્રાવકોના મનનું સારી રીતે સમાધાન થયું. . એક વાર કેટલાક વાદીઓ વાદ કરવાને માટે આવ્યા, ત્યારે ગુરુએ તેમના આવવાનું પ્રયોજન જ્ઞાન વડે જાણી લઈને ઉપાશ્રયનાં દ્વાર બંધ કરી દીધાં અને પોતે કપડું ઓઢીને સૂઈ રહ્યા. પછી વાદીઓએ ત્યાં આવતાં જોયું કે ઉપાશ્રયનાં દ્વાર બંધ છે અને આચાર્ય અંદર સૂઈ રહ્યા છે, એટલે તેમણે “ફક એવો અવાજ કર્યો. તાત્પર્ય કે–હવે ઊંધવાને સમય વ્યતીત થઈ ગયું છે, માટે * બેઠા થાઓ. આ સાંભળીને ગુરુએ “મા-ઉં એ બિલાડીના જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com